ચોર ટોળકી સક્રિય: ​​​​​​​દાહોદમાં ગરબાડા ચોકડી વિસ્તારમાંથી એક જ રાતમાં ત્રણ બાઈકની ચોરી થતાં ચકચાર

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • શહેરમાં બાઈક ચોરી માટે તસ્કરોને મોકળુ મેદાન મળ્યું

દાહોદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી જાણે મોટરસાઈકલ ચોર ટોળકીને મોકળુ મેદાન મળ્યું હોય તેમ લાગી રહ્યું છે. દાહોદ શહેરમાંથી વધુ ત્રણ મોટરસાઈકલોની એકસાથે ચોરી થતાં ખળભળાટ મચી ગયો છે. આ સંબંધે દાહોદ શહેર પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી મોટરસાઈકલ ચોર ટોળકીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં છે.

ત્રણેય મોટરસાઈકલોનો લોક તોડી લઈ ગયા

દાહોદ શહેરમાં આવેલા રાજે આર્કેટ, બાલાજી હોટલની બાજુમાંથી આ વિસ્તારમાં રહેતાં સરવન સીવાલીંગમ ગોંડર, જયેશભાઈ વિનોદચંદ્ર પંચાલ અને અન્ય એક વ્યક્તિની મળી કુલ ત્રણ મોટરસાઈકલો આ વિસ્તારમાંથી રાત્રીથી લઈ સવારના અગીયાર વાગ્યાના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ત્રણેય મોટરસાઈકલોનો લોક તોડી ચોરી કરી લઈ ગયા હતા. તેથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ સંબંધે સરવનન સીવાલીંગમ ગોંડર દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: