ચોરી: BOIના બીસી એજન્ટના રૂા.3 લાખ રૂપિયા ભરેલી બેગ ગઠિયો તફડાવી ગયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

  • દાહોદના ધમધમતા માણેક ચોક વિસ્તારની ઘટના
  • રૂપિયા ભરેલી બેગ આગળની સીટ ઉપર મૂકી ટાયર પંચર થતાં રિપેર કરાવતા હતા

દાહોદના ધમધમતા વિસ્તાર માણેક ચોક પાસેથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બીસી પોઇન્ટ ચલાવનાર એજન્ટની કારમાંથી ત્રણ લાખ રૂપિયા તથ ડોક્યુમેન્ટ મુકેલી બેગ ગઠિયો તફડાવી ફરાર થઇ ગયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર દાહોદ શહેરમાં ચકચાર મચી ગઇ હતી. દાહોદ તાલુકાના ખરોદા મુંડીયા ફળિયામાં રહેતા અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયામાં એજેન્ટ (બીસી) તરીકેનું કામ કરતાં મુકેશભાઇ મોહનભાઇ રાઠોડ ગતરોજ પોતાની જીજે-20-એ-9557 નંબરની ટાવેરા ગાડી લઇને દાહોદ આવ્યા હતા અને આશરે દશેક વાગ્યે ગાડી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની સામે પેટ્રોલ પંપની બાજુમાં મુકી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાની મેન બ્રાન્ચમાં ગયા હતા.

બેન્કમાંથી જોડાણ ગ્રાહક સેવા કેન્દ્ર રાણાપુર ખુર્દ સેન્ટર માટેના ગ્રાહકોની લેવડ દેવડની 2,00,000 રૂપિયા બેન્કમાંથી ઉપાડી તેમની કાળા રંગની બેગમાં મુક્યા હતા. અને બેગમાં તેમના બીજા 1,00,000 મળી કુલ 3,00,000 રૂપિયા ભરેલી બેગ 10.30 વાગ્યાના અરસામાં બેન્કમાંથી નીકળી તેમની ગાડીમાં મુકવા જતાં ગાડીનું પાછળનું ટાયર પંચર જોવા મળતાં રૂપિયા ભરેલી બેગ ડ્રાઇવર સાઇડની બાજુની સીટ પર મુકી ટાયર પંચરની દુકાન પણ પેટ્રોલ પંપની બાજુમાં હોય ગાડીમાંથી જેક તથા પાના પંચર કાઢવાવાળાને આપી પોતે ગાડીની નજીક જ ઉભા હતા.

તે દરમિયાન કોઇ ગઠીયો મુકેશભાઇ મોહનભાઇ રાઠોડની નજર ચુકવી 3,00,000 રૂપિયા અને અને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ તથા આરસીબુક, ચેકબુક સાથે ભરેલી બેગ ગાડીમાંથી કાઢી લઇ ભાગી ગયો હતો.થોડીવાર બાદ મુકેશભાઈએ ડ્રાઈવર સીટ તરફ જોતાં સીટ ઉપર મુકેલ બેગ જોવા ન મળતાં તેઓ હેબતાઈ ગયાં હતાં. આ બાબતે પંચરવાળા તથા નાસ્તાવાળાને અને પેટ્રોલ પંપ ઉપર પુછપરછ કરતા કોઇ જાણવા મળેલ નહી. ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં લોકટોળા સ્થળ પર ઉમટી પડ્યાં હતાં.

તાત્કાલિક આ મામલે નજીકની પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસ દ્વારા હાલ આસપાસના સીસીટીવી ફુટેજોની તપાસ પણ હાથ ધરી હતી. ત્યારે આ ઘટનાને પગલે સમગ્ર દાહોદ શહેરમાં ચકચાર મચી ગઇ હતી. આ સંદર્ભે દાહોદ શહેર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: