ચોરી: દાહોદ APMCના બે વેપારીની ઓફિસમાં 1.80 લાખની તસ્કરી, ત્રણે તસ્કરો સીસીટીવીમાં કેદ થયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ5 કલાક પહેલા

  • કૉપી લિંક
ચોરી કરતાં સીસીટીવીમાં કેદ થયેલા તસ્કરો. - Divya Bhaskar

ચોરી કરતાં સીસીટીવીમાં કેદ થયેલા તસ્કરો.

  • દૂધિમતિના રસ્તે દીવાલમાં બાકોરું પાડીને તસ્કરોનો પરિસરમાં પ્રવેશ
  • 4 લેપટોપ, 3 ડેસ્કટોપ, 50 હજાર રોકડા ચોરાયા
  • બારીની ગ્રીલના જાડા સળિયા વાળ્યા

દાહોદ શહેરની APMCમાં પ્રવેશેલા તસ્કરોએ બે વેપારીની ઓફિસને નીશાન બનાવીને લેપટોપ, ડેસ્કટોપ અને 50 હજાર રૂપિયા રોકડા મળીને 1.80 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી જતાં ખળભળાટ થઇ ગયા હતાં. દૂધિમતિ નદી પાસેની દિવાલમાં બાકોરૂ પાડીને તસ્કરો APMCના પરિસરમાં પ્રવેશ્યા હતાં. આ બનાવ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ દાહોદ શહેરની APMCના મુખ્ય ગેટ ઉપર સિક્યુરીટી હોવાને કારણે તસ્કરોએ દૂધિમતિ નદીના પટમાં જઇને દિવાલ નીચે બાકોરૂ પાડીને પરિસરમાં પ્રવેશ કર્યો હતો.

દીવાલમાં બાકોરું પાડીને તસ્કરો પરિસરમાં પ્રવેશ્યા હતાં.

દીવાલમાં બાકોરું પાડીને તસ્કરો પરિસરમાં પ્રવેશ્યા હતાં.

તસ્કરોનું પગેરું શોધવા ગુના શોધક શ્વાનની મદદ.

તસ્કરોનું પગેરું શોધવા ગુના શોધક શ્વાનની મદદ.

તસ્કરોએ સૌ પ્રથમ અદનાન ઇકબાલભાઇ ખરોદાવાલાની ઓફિસને નીશાન બનાવી હતી. ઓફિસની બારીની જાડી ગ્રીલ વાળીને અંદર પ્રવેશેલા તસ્કરોએ પ્રવેશ કરીને તમામ સામાન વેરવીખેર કરી નાખ્યો હતો. નાની તીજોરી તોડીને તેમાંથી ચાલીઓ કાઢીને મોટી તીજોરીમાં મુકેલા 50 હજાર રૂપિયા રોકડા, બે જુના લેપટોપ અને ત્રણ જુના ડેક્સટોપની ચોરી કરી હતી.

ચોરીની ઘટના પગલે ભેગા થયેલા વેપારીઓ.

ચોરીની ઘટના પગલે ભેગા થયેલા વેપારીઓ.

આ સાથે તેમણે તાહેરભાઇ કુત્બુદીન અમદાવાદ વાલાની ઓફિસને પણ નીશાન બનાવીને તેમાંથી બે લેપટોપની ચોરી કરી હતી. 1.80 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી થતાં APMCના વેપારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. શહેર પોલીસે સીસીટીવી ફુટેજ મેળવીને અદનાનભાઇની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: