ચોરી: દાહોદમાંથી દિવસે બે અને ફતેપુરાથી રાત્રે 1 બાઇકની તસ્કરો દ્વારા ઉઠાંતરી

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • રાત્રી બજાર, જૈન નસીયા અને મોટી નાદુકોણમાંથી બાઇક ચોરાઇ

દાહોદમાંથી બુધવારના રોજ વહેલી સવારે અને બપોરના સમયે અલગ અલગ જગ્યાએથી બે મોટર સાયકલની ઉઠાંતરી થઇ હતી. તેમજ ફતેપુરામાં ઘર આંગણામાં મુકેલી મોટર સાયકલની ચોરી થઇ હતી. દાહોદની સુખદેવકાકાની ચાલમાં રહેતા અને પાલિકામાં નોકરી કરતાં અશોકભાઇ ગગાભાઇ કેવડ બુધવારના રોજ સવારના 7.45 વાગે તેમની જીજે-07-બીસી-2760 નંબરની બાઇક રાત્રી બજારના કમ્પાઉન્ડ આગળ મુકી હાજરી પુરાવા માટે ગયા હતા.

તથા દેવાઇવાડમાં રહેતા જગત પંકજકુમાર શાહે પોતાની જીજે-20-ડી-7046 નંબરની બાઇક સ્ટેશન રોડ ઉપર આવેલા જૈન નસીયાની બાજુમાં બપોરના ત્રણ વાગ્યાના અરસામાં પાર્ક કરી સદગુરૂની ઓફીસે તેમના કામ અર્થે ગયા હતા. તે દરમિયાન આ બન્ને બાઇકને નિશાન બનાવી ચોર ઇસમો ચોરી કરી લઇ ગયા હતા. બન્ને બાઇક માલિકો પોતાનું કામ પતાવી પરત આવતાં પાર્ક કરેલી જગ્યાએ બાઇક જોવા ન મળતાં આજુબાજુમાં શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો.

આ સંદર્ભે બન્ને વાહન માલિકોએ દાહોદ શહેર પોલીસ મથકે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ફતેપુરાના મોટી નાદુકોણના જયેશભાઇ ભુલાભાઇ પટેલે તા.4 જુલાઇના રોજ પોતાના ઘરના આંગણામાં સ્ટેરીંગ લોક કરી મુકેલી જીજે-20-એઆર-7730 નંબરની બાઇક રાત્રીના સમયે કોઇ ચોર ઇસમો ચોરી કરી નાસી ગયા હતા. બીજા દિવસે સવારે આંગણામાં બાઇક જોવા ન મળતાં શોધખોળ કરી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી જયેશભાઇ પટેલે ફતેપુરા પોલીસમાં પોતાની 40,000 રૂા.ની બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: