ચોરી: ગોવિંદા તળાઇમાં પરિવારને બાનમાં લઇને રોકડની લૂંટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બંદૂક અને તલવારની અણીએ લૂંટ ચલાવી ફરાર થયા

સંજેલી તાલુકાના ગોવિંદા તળાઈ ગામે પાછળના ખેતરના ભાગમાંથી પાછલા દરવાજેથી ઘરમાં પ્રવેશી ઘરમાં માલિક કાંતિભાઈ બારિયા અને પત્નીને બંદૂક અને તલવાર બતાવી લૂંટ ચલાવી હતી. ઘર માલિક અને તેમના પત્ની ઘરમાં હતા.તે સમયે ઘરના વાડાના ભાગમાં અવાજ આવતા કાંતિભાઈના પત્ની વાડાના ભાગની તરફ જોવા જતા તેમનો સામનો ઘરની અંદર પ્રવેશી ચૂકેલા લૂંટારૂ ટોળકીએ તેમને બાનમાં લીધા હતાં.ટોળકીએ મારક હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાં જ બંને પતિ-પત્નીને એક તરફ કરી દીધા હતા.અને તેમને બંદૂક તેમજ તલવાર ધારિયાઓ બતાવી અને બૂમાબૂમ કરશો તો તમને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.લૂંટારૂ ટોળકીએ ઘરનો તમામ સામાન વેરવીખેર કરી નાખ્યો હતો.

.ઘરમાં પડેલા અનાજના પિપડાઓમા તેમજ પેટી પટારા ફંફોસી નાખ્યા હતાં.મહિલાઓ પાસેથી કાનના તેમજ ગળાનો હાર અને છડા પણ કઢાવી લીધા હતા.આશરે એક લાખની રકમ તેમજ રોકડ ૬૦ હજારની સનસનાટીભરી લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતાં.






Related News

Comments are Closed

%d bloggers like this: