ચોરી: કંથાગરમાં 2 માસ અગાઉ કોરોનામાં મોતને ભેટેલા 4 સભ્યોના મકાનમાં તસ્કરી

સુખસરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • તસ્કરોએ બંધ મકાનમાં તોડફોડ કરી

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કંથાગરમાં બંધ મકાનને નિશાન બનાવી તાળા તોડી ઘરમાં પ્રવેશી અને તિજોરીઓની પણ તોડફોડ કરી પરંતુ તેઓને કંઇ હાથ ન લાગતાં મકાનની બાજુમાં આવેલ બોરમાંથી મોટરની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવી હતી.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા કંથાગર ગામના ઉસરા ફળિયા ખાતે રહેતા ચુનીલાલભાઈ બારીયા વડોદરા ખાતે સરકારી નોકરી કરતા હતા. જેઓ ગત બે માસ અગાઉ કોરોના સંક્રમણમાં સપડાઇ ગયા હતા અને કોરોનાની સારવાર દરમિયાનમાં ચુનીલાલભાઇ બારિયાનુ મોત નીપજ્યું હતું. તેવાજ સમયે તેમના પત્ની સહિત તેમના પુત્ર અને પુત્રવધુને પણ કોરોના થતા ટૂંકા દિવસોમાં એક ઘરમાંથી 4 સભ્યોના મોત નિપજયા હતા.

જ્યારે મૃતક ચુનીલાલભાઈ ગોધરા ખાતે પણ પોતાનું મકાન ધરાવતા હતા. જ્યાં તેમના મોટા પુત્ર નોકરી અર્થે પરિવાર સાથે ગોધરા રહેતા હોય કંથાગર ગામના મકાનને તાળું મારી ગોધરા ગયેલા હતા. તે દરમિયાન ગુરુવાર રાત્રિના કોઈ અજાણ્યા ચોર લોકોએ ચુનીલાલભાઈના મકાનનું તાળું તોડી મકાનમાં પ્રવેશ્યા હતા.

મકાનમાં રાખેલ બે તિજોરીઓ સહિત ઘરના અન્ય સામાનની પણ તોડફોડ કરી ચોર લોકોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મકાનમાં કોઈ કીમતી ચીજ વસ્તુઓ નહીં મળી આવતા ચોર લોકોએ ચુનીલાલભાઈના મકાન પાસે આવેલ બોરની ઇલેક્ટ્રિક મોટર ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ગુલાબભાઈ બીજીયાભાઈ બારીયાએ સુખસર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર લોકોની વિરુદ્ધમાં લેખિતમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: