ચેતવણી: ​​​​​​​દાહોદ જિલ્લાના ઇન.આરોગ્ય અધિકારી ફરીથી કોરોના ગ્રસ્ત થતાં ફફડાટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ગત જૂનમાં સંક્રમિત થતાં ફેંફસામાં ગંભીર અસરથી લાંબી સારવાર લેવી પડી હતી
  • દોઢ માસ પહેલા વેક્સનના બે ડોઝ પૂર્ણ કરવા છતાં કોરોનાનો ચેપ ફરીથી લાગ્યો

દાહોદ જિલ્લામાં કોરોના વકરી ચુક્યો છે. સરકારી અને આરોગ્ય કર્મીઓ પણ તેનો ભોગ બની રહ્યા છે. ત્યારે જિલ્લાના ઇન્ચાર્જ એડીએચઓ બીજી વખત કોરના સંક્રમિત થતાં સમગ્ર જિલ્લામાં ફફડાટ ફેલાઇ ગયો છે. કારણ કે તેઓએ વેક્સિનના સમયસર બે ડોઝ પણ લઇ લીધા હતા. હાલ તેઓ હોમ આઇસોલેશનમાં છે.

દાહોદ જિલ્લામાં ગઇકાલે જ ઓલ ટાઇમ હાઇ કોરોોનાના 74 કેસ નોંધાતા હવે તમામની ઉંઘ હરામ થઇ ગઇ છે. કોરોના વોરિયર્સ પણ મોટી સંખ્યામાં સંક્રમિત થઇ રહ્યા છે. તેમ છતાં કોરોના સામેનો જંગ તો જારી જ છે. દાહોદ જિલ્લાના કેટલાયે સરકારી કર્મચાારીઓ કોરોનામાં સપડાયેલા છે. ત્યારે આજે સવારે આરોગ્ય અને વહીવટી તંત્ર માટે આંચકાજનક સમાચાર સામે આવ્યા છે.

આરટીપીસીઆર રિપોર્ટ કરાવતા સંક્રમિત થયા હોવાનુ સાબિત થયુ
જેમાં દાહોદ જિલ્લાના ઇન્ચાર્જ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.ડી. પહાડીયાનો આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે પહેલા રેપીડ એન્ટિજન ટેસ્ટ કરાવ્યો પરંતુ તે નેગેટિવ આવ્યો હતો. જેથી તેમણે આરટીપીસીઆર રિપોર્ટ કરાવતા તેઓ કોરોના સંક્રમિત થયા હોવાનુ સાબિત થયુ છે. ડો.આર.ડી.પહાડીયા ગચ જૂન માસમાં જ્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનો હવાલો સંભાળતા હતા ત્યારે ખરા કોરોના કાળમાં તેઓ સંકેરમિત થયા હતા. તે વેળાએ તેમણે દાહોદ અને ત્યાર બાદ વડોદરા મુકામે સારવાર લીધી હતી. તે સમયે તેમના ફેફસામાં વધારે પડતુ ઇન્ફેકશન થતાં લાંબી સારવાર લેવી પડી હતી પરંતુ તેઓ સ્વસ્થ થતાં તેઓએ ફરીથી ફરજ પર આવીને કોરોના જંગનુ સુકાન સંભાળી લીધુ હતુ.

કોરોના સામેના દ્વિતીય જંગમાં ફરીથી સંક્રમિત થયા
​​​​​​​વેક્સિન આવી જતાં તેઓએ પ્રથમ ડોઝ જાન્યુઆરીમાં મુકાવી દીધો હતો. તેના 28 દિવસ બાદ માર્ચની શરુઆતમાં તેઓએ બીજો ડોઝ પણ લઇ લીધો હતો.હાલ જિલ્લામાં કાયમી સીડીએચઓ મુકાઇ જતાં હાલ તેઓ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીનો હવાલો સંભાળી રહ્યા છે. ત્યારે તેઓ કોરોના સામેના દ્વિતીય જંગમાં ફરીથી સંક્રમિત થયા છે. હાલ તેઓ હોમ આઇસોલેશનમાં જ સારવાર લઇ રહ્યા છે. તેઓને એક જ દીકરી છે જે હાલ અમેરિકામાં અભ્યાસ કરે છે અને તેમના ધર્મપત્ની સાથે દાહોદમાં જ રહે છે.

દાહોદ જિલ્લામાં આરોગ્ય અધિકારીઓની અછત વર્તાઇ રહી છે. કારણ કે સીડીએચઓ જ કાયમી છે. આરસીએચઓ પણ ડેપ્યુટેશન પર મુકાયેલાા છે. એડીએચઓ, રોગચાળા નિયંત્રણ અધિકારી તેમજ ક્વાલીટી મેડીકલ ઓફિસરની જગ્યાા ખાાલી છે. તેવા સમયે જ જિલ્લામાં કોરોના જંગના સૌથી અનુભવી યોધ્ધા ફરીથી કોરોનાને કારણે ઇજાગ્રસ્ત થતાં કોરોના સેનાએ ફરીથી લાકડાની તલવારે જંગ લડવાનો વારો આવ્યો છે.

ડો.આર.ડી.પહાડીયાએ ટેલીફોનીક સંદેશમાં જણાવ્યુ હતુ કે, કોરોના વાઇરસ જ એવો છે. રસી મુકાવી એટલે કોરોના નહી થાય તેવુ નથી પરંતુ તેની સામે લડવાની તાકાત બમણી થઇ જશે. જેથી એક વાર કોરોના થયો હોય, વેક્સિન લીધી હોય તો પણ માસ્ક પહેરવુ, સોશ્યિલ ડિસ્ટન્સ રાખવુ, વારંવાર હાથ ધોવા ફરજીયાત છે, તેમજ ભીડમાં ન જવુ હિતાાવહ છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: