ચૂંટણી: દાહોદ પાલિકાના વોર્ડ 3ના ભાજપના પૂર્વ કાઉન્સિલર ટિકિટ ન મળતાં ભાજપના પૂર્વ કાઉન્સિલર કોંગ્રેસમાં જોડાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ નગરપાલિકા ના નવ વોર્ડની ૩૬ બેઠકો માટે આજે ભાજપ દ્વારા સૂચિ જાહેર કરવામાં આવી હતી. જેમાં દાહોદ નગર પાલિકાના વોર્ડ નંબર 3 ના ભાજપના પૂર્વ કાઉન્સિલર કાઈદભાઈ ચુનાવાલાનું નામ સૂચિમાં આવ્યું ના હતો જેથી તેમણે નારાજ થઈને રાતોરાત ભાજપનો ખેસ પહેરી લીધો હતો.કાઈદભાઈ ચુનાવાલાએ જણાવ્યું હતું કે ભાજપ પક્ષ થી મને કોઈ મનદુઃખ નથી, પક્ષ મહાન છે.

નીતિ નિયમો ની વાત કરીને જે મારી અવહેલના કરવામાં આવી છે તેનું મને દુઃખ છે.ઘણા લોકોને નિયમ નડીયા નથી.વોર્ડ નંબર ત્રણ ની કાઈદભાઈ ચુનાવાલાની આ બેઠક ભાજપ માટે સિક્યોર ગણાતી હતી.ઉલ્લેખનીય છે કેકાઈદભાઈ ચુનાવાલા અગાઉ એક વખત અપક્ષ અને બે વખતભાજપ તરફથી કાઉન્સિલર રહી ચૂક્યા છે.હાલમાં ભાજપેતેમના કાકાના દીકરા ને જ ટિકિટ આપી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: