ચૂંટણી: દાહોદ ન.પાલિકામાં બહુધા વોર્ડ પૂર્ણ બહુમતિથી વંચિત રહે તેવા સમીકરણ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક

- ગત ટર્મમાં ચાર વોર્ડમાં ભાજપની અને બે વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલ વિજેતા બની હતી
દાહોદ પાલિકાના આગામી ચૂંટણી જંગ માટે તમામ વોર્ડમાં આ વખતે બરાબર કાંટાની ટક્કર થાય તેવા પરિમાણો સ્વયં સ્પષ્ટ થઈ રહ્યા છે. આ વખતે 9 વોર્ડમાં ભાજપની ટિકિટની દાવેદારી બાદ ટિકિટ નહીં મળતા અપક્ષ કે કોંગ્રેસી ઉમેદવાર તરીકે અનેક લોકોએ બળવો કરી ઝંપલાવ્યું હોઈ શહેરના નવ પૈકીના એકપણ વોર્ડમાં કોઈપણ એક પક્ષની પૂર્ણ બહુમતિ નહીં આવે તેમ બહુધા લોકોનું મંતવ્ય છે. ભાજપની ટિકિટ મેળવવા માટે 161 ટિકિટ વાંચ્છુકોએ દાવેદારી કર્યા બાદ સ્વાભાવિક રીતે તે પૈકીના 36 લોકો જ ખુશ કિસ્મત નિવડતા બાકીના 125 લોકોને નિરાશા સાંપડી હતી.
ટિકિટ નહીં મળ્યે નિરાશ થવા બદલે ભાજપનો મેન્ડેટ પ્રાપ્ત કરી ચુકેલ ઉમેદવારની સામે અનેક પૂર્વ દાવેદારોએ બાંયો ચડાવી કોંગ્રેસ, આપ કે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જે પૈકી અમુક ફોર્મ રદ્દ થયા અને અમુકે ઉમેદવારી પરત ખેંચી લીધા બાદ પણ હજુ અંતિમ યાદીમાં 36 બેઠકો માટે 30 અપક્ષ ઉમેદવારો સાથે જે તે પક્ષોના ઉમેદવારો મળીને 129 લોકો મેદાનમાં છે. 2015માં 9 વોર્ડની 36 બેઠકો માટેની ચૂંટણી બાદ પરિણામોમાં ભાજપે 9 પૈકીના 4 વોર્ડમાં અને કોંગ્રેસે 2 વોર્ડમાં જે તે વોર્ડની તમામ 4 બેઠકો પર ક્લીનસ્વીપ ગણાતી પૂર્ણ બહુમતિ પ્રાપ્ત કરી હતી.
વોર્ડ 2, 4, 5, 9માં ભાજપના તમામ ચારેય ઉમેદવારો જીતેલા અને વોર્ડ નં. 6 અને 8માં કોંગ્રેસના તમામ ઉમેદવારો વિજેતા બનેલા. આ ઉપરાંત વોર્ડ 1, 3માં ભાજપે 4 પૈકીની 3 બેઠકો મેળવી હતી. વોર્ડ નં. 7માં કોંગ્રેસે 4 પૈકીની ત્રણ બેઠકો પ્રાપ્ત કરી હતી. પાલિકામાં એકમાત્ર અપક્ષ ઉમેદવાર તરીકે વોર્ડ નં.7 માંથી નૃપેન્દ્ર દોશીએ વિજય મેળવ્યો હતો. જો કે ચૂંટણી બાદ તેઓને ભાજપમાં સમાવેશ કરી દેવાતા ભાજપની 23 અને કોંગ્રેસની સભ્ય સંખ્યા 13 થવા પામી હતી.
Related News
કોરોના અપડેટ: દાહોદ સાંસદ કોરોનામુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા અપાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલાRead More
ભાસ્કર વિશેષ: મહિલાને 56 વર્ષની પ્રૌઢવયે માતૃત્વ પ્રાપ્ત થયું, મહિલાએ IVF કરાવ્યું હતું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલાRead More
Comments are Closed