ચૂંટણી: દાહોદ જિલ્લા પંચાયત સહિત તમામ 9 તાલુકા પંચાયતોમાં ભાજપાનું શાસન
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
સંજેલી તાલુકા પંચાયતમાં પ્રમુખ ,ઉપ-પ્રમુખની બિનહરીફ વરણી.
- માત્ર સંજેલીમાં ચૂંટણી યોજાઇ ને ત્યાં પણ ભાજપ જ જીત્યું
દાહોદ જિ.માં 9 પૈકી 8 પંચાયતોમાં ભાજપાના હોદ્દેદારો બીનહરીફ જાહેર કરાયા હતા.ફક્ત સંજેલીમાં ચુટણી થઇ હતી દાહોદ જિલ્લા પંચાયતમાં ભાજપાના પ્રમુખ પદ માટે ઝાલોદ તાલુકાના વગેલા બેઠક સભ્ય શીતલબેન વાઘેલા અને ઉપ પ્ર્મુખ પદ માટે દુધિયા બેઠકના સદસ્ય સરતનભાઇ ચૌહાણને બિનહરીફ જાહેરા કરાયા હતાં. ત્યાર બાદ ડીજેના તાલે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતુ. બીજી તરફ ભાજપના મોવડી મંડળે આ વખતે અન્ય મહત્વના હોદ્દાની ફાળવણી પણ કરી દીધી હતી.
જેમાં મહત્વની કારોબારી સમિતિના ચેરમેન,પક્ષના નેતા અને દંડક ના નામો પણ તેની સાથે જ નક્કી કરી દેવામાં આવ્યા છે પરંતુ તેની સત્તાવાર જાહેરાત તેની પધ્ધતિ મુજબ જ કરવામાં આવશે. જિલ્લા પંચાયતની કારોબારી સમીતીના ચેરમેન પદે આશ્ચર્ય જનક રીતે જિથરાભાઇ ડામોર,પક્ષના નેતા તરીકે કરણસિંહ સોમજીભાઇ ડામોર તેમજ દંડક માટે સુશીલાબેન બારીયાના નામ નક્કી કરવામાં આવ્યા છે.
તેવી જ રીતે મોટા ભાગની તાલુકા પંચાયતોમાં પણ પ્રમુખ ઉપ પ્રમુખ સિવાય અન્ય પદાધિકારીના નામ પક્ષ લેવલે જાહેર કરાયા છે. સત્તાવાર જાહેરાતો પછી ચુંટાયેલા હોદ્દેદારો અને તેમના સમર્થકોએ વાજતે ગાજતે વિજય સરઘસ કાઢ્યા હતા.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed