ચૂંટણી: દાહોદ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા 1661 મતદાન મથકો નક્કી કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ6 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 38 મતદાન મથકોમાં કેટલાક ફેરફાર: ચૂંટણી તંત્રની પક્ષો સાથે બેઠક

દાહોદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરાયેેલી મતદાર યાદી અને મતદાન મથકો બાબતે સેવા સદનમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી વિજય ખરાડીએ બેઠક યોજી હતી. જેમાં ખરાડીએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને માહિતી આપી કે, ગત તા.9ના રોજ દાહોદ જિલ્લાની મતદાર યાદીનો મુસદ્દો પ્રસિદ્ધ કરાયો છે. જેની નકલ તમામ માન્ય રાજકીય પક્ષોને મોકલવામાં આવ્યો છે.

દાહોદ જિલ્લામાં 1661 મતદાન મથકો નક્કી કરાયા છે. જે પૈકી 38 મતદાન મથકોમાં કેટલાક ફેરફાર કરાયા છે. તેમાંથી 16 મથકોને તેના જૂના સ્થાનથી નજીકના અન્ય સ્થાને ફેરવાયા છે. આવા મથકોમાં ઝાલોદ અને લીમખેડામાં 2-2, દાહોદમાં 7, ગરબાડામાં 4 અને દેવગઢ બારિયા તાલુકામાં એક મથકનો સમાવેશ થાય છે. કુલ 22 મતદાન મથકો એવા છે કે જેમાં બીજા ઓરડામાં ફેરવાયા છે. તેમાં ફતેપુરામાં 9, દાહોદ અને ગરબાડામાં 3-3 અને દેવગઢ બારિયામાં 7 મથકોનો સમાવેશ થાય છે.

મતદાર યાદીમાં નવા નામ દાખલ કરાશે
તારીખ 9ની સંકલિત મતદાર યાદીનો મુસદ્દો પ્રસિદ્ધ થવાની સાથે 01/01/2021ની લાયકાતના ધોરણે ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. એટલે કે,એ તારીખે 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનો પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરવા માટે અરજી કરી શકશે.






Related News

Comments are Closed

%d bloggers like this: