ચૂંટણી: દાહોદમાં ભાજપે જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટેના ઉમેદવાર જાહેર કર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતિકારત્મક તસ્વીર

  • દાહોદની 2 અને ફતેપુરાની 1 બેઠક વિવિધ કારણોસર જાહેર ન કરાઇ
  • જિલ્લા પંચાયતની 50 અને તાલુકા પંચાયતની 237 બેઠક માટે મતદાન થશે

દાહોદ જિલ્લા પંચાયતની 50 અને નવ તાલુકાની 237માંથી 234 તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી ભાજપ દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવી હતી. તેમાં કોઇ કારણોસર દાહોદ તાલુકાના મંડાવાવ, ખરેડી અને ફતેપુરાની સાગડાપાડા બેઠકના ઉમેદવારોની ઘોષણા કરવામાં આવી ન હતી. જિલ્લા અને તાલુકા પંચાયતમાં આ વખતે ગત ટર્મમાં કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા તમામ સભ્યોને લોકોને પણ સ્થાન આપવામાં આવ્યુ હતું. તો સાથે ભાજપમાં હોદ્દો ધરાવતા પદાધિકારીઓને પણ ઉમેદવારી કરવાની તક આપવામાં આવી હતી.

ઘણા સ્થાને ભાજપના વીજેતા ઉમેદવારોની બાદબાકી કરીને તેમના સ્થાને નવા ચહેરા લાવવામાં આવ્યા હતાં. કેટલાંક જુના સભ્યો પોતાના પરિવારના સભ્યોને ટિકીટ અપાવવામાં સફળ રહ્યા હોવાનું જોવા મળ્યુ હતું. ભાજપના ઉમેદવારોની સૂચિ જાહેર થવા સાથે જ કેટલાંક લોકોમાં અસંતોષ ફેલાયેલો જોવા મળ્યો હતો. તો કેટલાંક લોકો બળવો કરી અપક્ષ કે અન્ય પક્ષમાંથી ઉમેદવારી કરવાની તૈયારીઓમાં પણ જોતરાઇ ગયા હતાં. ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરાઇ છે પરંતુ કેટલાંક ઉમેદવારોનો અસંતોષ ઠરે છે કે નહીં તે આવનાર દિવસોમાં જાણી શકાય તેમ છે.


Related News

Comments are Closed

%d bloggers like this: