ચૂંટણી: દાહોદમાં ભાજપના ગત ટર્મના 17 કાઉન્સિલરોની પુન: દાવેદારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવતાં કાર્યકરો. - Divya Bhaskar

નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવતાં કાર્યકરો.

  • નગર પાલિકાની 36 બેઠકો માટે 4 ગણા લોકોની દાવેદારી
  • પાલિકાની ચૂંટણીને હવે માંડ મહિનો બાકી રહ્યો છે

પાલિકાની ચૂંટણીને હવે હવે માંડ મહિનો બાકી છે ત્યારે ભાજપના નિરીક્ષકો દ્વારા ટિકિટ વાંચ્છુકોની અરજી સ્વીકારવાના કેમ્પમાં 36 બેઠકો માટે બેઠકોથી આશરે ચાર ગણા લોકોએ દાવેદારી નોંધાવી છે. દાહોદ નગરના નવા સીમાંકન ચૂંટણી અગાઉ બદલાવા પામ્યા હતા. તો સાથે જ દાહોદના અગાઉના 12 વોર્ડ બદલે 9 વોર્ડ થવા પામ્યા હતા. અને અગાઉની માફક એક-એક વોર્ડમાંથી 3 બદલે પ્રત્યેક 9 વોર્ડમાંથી 4 -4 દીઠ બેઠકો નક્કી થવા પામી હતી.

દાહોદ પાલિકામાં 2015ની ગત બોર્ડમાં પ્રથમ ટર્મમાં મહિલા પ્રમુખ જાહેર થયા હોઈ દાહોદની એક શાળામાં શિક્ષક તરીકેનું કર્મ કરનાર પણ પાલિકામાં પ્રથમ જ વખત વિજેતા બનેલા સંયુક્તાબેન મોદી, તા‌.12.3.2015 થી તા. 11.6.2018 ના અઢી વર્ષ માટે સર્વાનુમતે પ્રમુખ તરીકે બિરાજમાન થયા હતા. તો બાદમાં તા.12.6.2018થી બાકીના અઢી વર્ષ માટે અભિષેક મેડાને પ્રમુખ તરીકે સ્થાન પ્રાપ્ત થયું હતું. તે ટર્મ સમાપ્ત થતા હવે પાંચ વર્ષના નગરસેવકો માટેની સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે.

જે અંતર્ગત બુધવારે ભાજપના નિરીક્ષકોએ, ભાજપના બેનર હેઠળ પાલિકાની 36 બેઠકો ઉપર ચૂંટણી લડવા ઈચ્છુક લોકોની અરજીઓ સ્વીકારી હતી. જે માટે શહેરના 9 વોર્ડની 36 બેઠકો માટે કુલ 152 જેટલા દાવેદારોએ ચૂંટણી લડવાની તત્પરતા દર્શાવી છે. અલબત્ત, ગત ટર્મમાં અઢી-અઢી વર્ષ માટેના બંને પ્રમુખો અને ઉપપ્રમુખે વિવિધ કારણોસર દાવેદારી નોંધાવી નથી. તેમની સાથે અન્ય ચાર કાઉન્સિલરનો પણ સાવેશ થાય છે. આ વખતે ગત ટર્મના 36 પૈકીના ભાજપના 24 કાઉન્સિલર્સમાંથી માત્ર 6 લોકોએ આ વખતે ટિકિટ માટે દાવેદારી નથી કરી.

જ્યારે ગત ટર્મમાં ભાજપના બેનર ઉપર વિજેતા બનેલા 17 કાઉન્સિલરોએ પોતાની દાવેદારીરૂપે પુન: અરજી આપી છે. ગત ટર્મમાં પરાજિત ઉમેદવારો સાથે અને ગત વખતે પોતાને પાર્ટીનું કે જે તે વોર્ડના સાથી વિજેતાઓનું કમિટમેન્ટ હતું તે વાતને લઈને જુના-નવા અનેકોની દાવેદારીથી હવે આ પૈકી કયા 116 લોકોને નારાજ કરવા તે બાબતે શહેર ભાજપના અગ્રણીઓમાં મુશ્કેલી વધવા પામી છે. તો અનેક લોકોએ પોતાના ગોડફાધરોની આસપાસ પોતાને ટિકિટ મળે તે માટેના પ્રયાસો આદરી દીધા છે.

ગત ટર્મના આ કાઉન્સિલરોએ ટિકિટ નથી માંગી
પૂર્વ પ્રમુખો અભિષેક મેડા, ગુલશન બચ્ચાની, સંયુક્તાબેન મોદી, પૂર્વ ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ અને સતત બે ટર્મથી જીતતા સલમાબેન આંબાવાલા તથા કુણાલ બામણીયાએ આ વખતે પોતાની દાવેદારી નથી કરી.






Related News

Comments are Closed

%d bloggers like this: