ચૂંટણી: દાહોદમાં ગયા વખતે કોંગ્રેસનો ગઢ સાબિત થયેલા વોર્ડ 6, 7, 8માં ભાજપની ત્સુનામી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • એકસંપ કેળવાતા દરેક વોર્ડના તમામ ઉમેદવારોના વોટની સરેરાશ જળવાઈ

દાહોદ શહેરમાં 2015ની ગત ચૂંટણીમાં વોર્ડ નં.6, 7 અને 8 માં કોંગ્રેસનું વાવાઝોડું ફૂંકાયું હતું. એટલે આ તમામ ત્રણેય વોર્ડમાં આ વખતે ઉલટું વાવાઝોડું ફૂંકાતા ભાજપ બેડામાં જબરજસ્ત ખુશી ફેલાઈ જવા પામી હતી. દાહોદના તમામ નગરજનોમાં આ વખતે વોર્ડ. 6,7 અને 8નું પરિણામ શું આવશે તેના ઉપર સહુની નજર હતી.

તો સામે પક્ષે વોર્ડ નં.6માં અપક્ષ પેનલ બનાવી મજબૂત ગણાતા સ્વપ્નિલ દેસાઈ, અખાતર સાઝી સહિતના ચાર ઉમેદવારો ઉભા હતા અને વોર્ડ નં.7માં પણ ૉભાજપના ઉમેદવારોના વિરોધમાં રૂપલ શુક્લ, સતિષ પરમારે અપક્ષ ઉમેદવારી કરી હતી. આ બંને વોર્ડના પરિણામો શું આવશે તે વાત દાહોદમાં ‘ટોક ઓફ ધ ટાઉન’ બની હતી. જો કે આ વખતે આ પૈકી વોર્ડ નં.6ની પેનલના તમામ ઉમેદવારો 2900ની સરેરાશથી, વોર્ડ નં.7ની પેનલના ભાજપી ઉમેદવારો 2000ની સરેરાશથી અને વોર્ડ નં.8માં પણ 2300ની સરેરાશથી તમામ ઉમેદવારો વિજયી નીવડ્યા હતા.

પાલિકામાં 501 મતો નોટામાં પડ્યા
દાહોદના વોર્ડ નં.1 માં 58, વોર્ડ નં.2 માં 100, વોર્ડ નં.3 માં 25, વોર્ડ નં.4માં 71, વોર્ડ નં.5માં 53, વોર્ડ નં.6માં 61, વોર્ડ નં.7માં 40, વોર્ડ નં.8માં 31, વોર્ડ નં.9માં 62 મળી કુલ 501 લોકોએ ‘નોટા’ (નન ઓફ ધ એબાઉવ)ના બટનને પોતાનો કિંમતી મત આપી તમામ ઉમેદવારો પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. દાહોદના વોર્ડ નં.3માં સૌથી વધુ 100 અને વોર્ડ નં.8માં સૌથી ઓછા 31 લોકોએ નોટાના બટનનો ઉપયોગ કર્યો હતો. તો દાહોદ પાલિકાના તમામ 9વોર્ડમાં સૌથી વધુ 3371 મત વોર્ડ નં.1 ના ભાજપી ઉમેદવાર લખન રાજગોરને અને વોર્ડ નં. 6ના એહમદ ચાંદને 3113 મત મળ્યા હતા અને સૌથી ઓછા મત વોર્ડ નં.3ના રમીલાબેન બારિયાને 67 અને લાલાભાઇ આહારીને 74, વોર્ડ નં. 5ના અપક્ષ ઉમેદવાર મહિપાલભાઈ ચૌહાણને 96 અને વોર્ડ નં.9ના અપક્ષ ઉમેદવાર હર્ષ પટણીને માત્ર 99 મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: