ચૂંટણી: ડો.ચાર્મીબેન સોની દે. બારિયા પાલિકામાં પ્રમુખપદે બિનહરીફ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ભાજપ પાર્ટીએ નગરપાલિકા કબજે કરી

દેવગઢ બારિયા નગરપાલિકાના તત્કાલીન પ્રમુખને પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ કરાતા પ્રમુખપદની ચૂંટણી બુધવારે યોજાઇ હતી. જેમાં ભાજપના ડો.ચાર્મીબેન સોની બિનહરીફ વિજેતા થયા હતા. તેની સાથે ભાજપને સત્તાનો શિરપાવ મળ્યો હતો અને દાહોદ જિલ્લાની વધુ એક નગરપાલિકા કબજે કરી લીધી હતી.

દેવગઢ બારિયા નગરપાલિકાના પ્રમુખપદની ચૂંટણી માટે નગરપાલિકા સભાખંડમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને સમાન્ય સભા બોલાવવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના 24 પૈકી 20 નગરસેવકો હાજર રહ્યા હતા. કોંગ્રેસ પાર્ટીના પ્રમુખના ઉમેદવાર મદીના રફીક ભીખાએ કોઈ ફોર્મ રજૂ નહીં કરતાં મતદાન કરાયું ન હતું. તેથી ડો.ચાર્મીબેન સોનીને પ્રમુખ તરીકે બિનહરીફ વિજેતા જાહેર કરાતા નગરપાલિકા પરિસરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: