ચૂંટણી: ઉસરવાણ ગામનાં 100થી વધુ કોંગી કાર્યકર BJPમાં ભળ્યા, રેટિંયામાં BTPને સમર્થન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતિકારત્મક તસ્વીર

  • પોતાના પક્ષથી નારાજ લોકોનો બીજા પક્ષમાં જવાનો સિલસિલો યથાવત
  • પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરવા ન મળતાં કાર્યકરોમાં નારાજગી

દાહોદ જિલ્લા પંચાયત, નગર પાલિકા અને તાલુકાના પંચાયતની ચુંટણીમાં ઉમેદવારી કરવા ન મળતાં કેટલાંક કાર્યકરો પોતાના પક્ષથી નારાજ હતાં. જેથી આગેવાનો પોતાના કાર્યકરો સાથે વિવિધ પક્ષમાં જોતરાતા હોવાની ઘટના રોજ બનતી હતી. જોકે, હવે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો નક્કી કરી દીધા છે તે છતાય કાર્યકરોની નારાજગી ઓછી નહીં થતાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાનો સિલસિલો હજી પણ ચાલી રહ્યો છે.

રવીવારના રોજ ગલાલીયાવાડ જીલ્લા પંચાયત સીટમાં આવતા ઉસરવાણ ગામમાંથી કોંગ્રેસના તાલુકા પંચાયતના પૂર્વ ઉમેદવાર રમેશભાઇ ડામોર, ખરેડી ગામમાંથી યુવા કોંગ્રેસ પ્રમુખ રાકેશભાઇ સંગાડા તથા તેમની સાથે કોંગ્રેસના 100 મુખ્ય કાર્યકર્તાઓ જીલ્લા ભાજપ પ્રભારી અમિતભાઇ ઠાકરની આગેવાની તથા ગલાલીયાવાડ જીલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર સુધીરભાઇ લાલપુરવાલા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાઇ ગયા હતાં. તેવી જ રીતે રેંટીયા ગામે મિનેષ ભાઈ બચુભાઈ માવીની આગેવાનીમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીની રવીવારે યોજાયેલી મીટીંગમાં મિનેષ માવી કોંગ્રેસનો હાથ છોડી, સમર્થકો કાર્યકર્તાઓ સાથે ભારતીય ટ્રાઇબલ પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: