ચુસ્ત પાલન: દાહોદના કતવારામાં શનિવારે સંપૂર્ણ લોકડાઉનમાં ગામ જડબેસલાખ બંધ, ગ્રામજનોનો સંપૂર્ણ સહયોગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • જિલ્લાના ફતેપુરા, કરોડિયા, કાળીયા અને વલુન્ડામાં તારીખ 15 એપ્રિલ સુધી લોકડાઉન

દાહોદ જિલ્લામાં હવે ગામડે ગામડે કોરોના ફેલાઇ ગયો છે. જેથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે જન જાગૃત્તિ ફેલાઇ રહી છે. તેવી જ રીતે દાહોદ શહેર પાસે આવેલા કતવારામાં બે દિવસ સંપૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવ્યુ છે. તેને પરિણામે કતવારા જડબેસલાક બંધ રહ્યુ હતુ.

દાહોદ જિલ્લામાં કોરોના વકરતાં સરકારી અને ખાનગી દવાખાના હાઉસ ફુલ થઇ ગયા છે. ગામડાઓમાં પણ કોરોના પ્રસરી ગયો છે, ત્યારે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં સ્વયંભૂ લોકડાઉન કરી દેવામાં આવ્યુ છે. ફતેપુરા તાલુકાના બલૈયામાં આ પહેલાં જ પાંચ દિવસનુ લોકડાઉન કરાયુ હતુ જે પૂર્ણ થઇ ચુક્યુ છે. ત્યારબાદ તાલુકા મથક ફતેપુરા, કરોડિયા પૂર્વ અને કાળીયા વલુન્ડામાં તારીખ 15 એપ્રિલ સુધી લોકડાઉન કરેલુ છે.

તેવી જ રીતે દાહોદ શહેરથી માત્ર 9 કિલોમીટર દુર આવેલા કતવારામાં પણ કોરોનાના કેસ વધી જતાં સ્થાનિકોમાં ભયનુ વાતાવરણ ફેલાયેલુ છે. જેથી ગ્રામ પંચાયત અને વેપારીઓએ શનિવાર અને રવિવાર એમ બે દિવસ સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તે પ્રમાણે શનિવારે ગામની તમામ નાની મોટી દુકાનો બંધ રહી હતી. પરિણામે શનિવારે બજારો સંપૂર્ણ બંધ રહ્યા હતા. ગામમાં દિવસે પણ નિરવ શાંતિ પ્રસરેલી હતી ત્યારે શહેરીજનોએ પણ આવા ગ્રામજનો પાસેથી શીખ લેવા જેવી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: