ચીફ ઓફિસરે કહ્યું દાહોદ નગર સેવા સદન દ્વારા ડસ્ટબીન નું વીતરણ શરુ કરાયું : લોકો ડસ્ટબીન ઉત્સાહ પૂર્વક લઇ જાય છે

KEYUR PARMAR – DAHOD
 
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરને જ્યારે સ્માર્ટ સિટીમાં સમાવવામાં આવ્યું છે ત્યારે દાહોદ નગર સેવા સદનના ચીફ ઓફિસરની સૂચના અનુસાર તમામ નગર પાલિકાના કર્મચારીઓ દરેક ફળીયા – મહોલ્લાના લોકોને બે ડસ્ટબીનનું મફતમાં વિતરણ કરી રહ્યા છે. જેમાં એક લીલા કલરનું ડસ્ટબીન છે જેમાં લીલો કચરો એટલે કે ભીંજાયેલો તથા બીજું ડસ્ટબીન વાદળી કલરનું છે જેમાં સૂકો કચરો ભેગો કરવાનો અને જ્યારે નગર પાલિકાના સફાઈ કામદાર જ્યારે કાચરો લેવા આવે ત્યારે તે બંને ડસ્ટબીન નો કચરો તેમને આપી દેવો તેવું ગામ લોકોને સૂચન કર્યું છે તથા દરેક ફળીયા, મહોલ્લા અને સોસાયટીના રહીશોને આ બંને કલરના ડસ્ટબીન નગર પાલિકા ખાતેથી ૨૦૧૭ના વર્ષની ઘરવેરા ભરેલ ની પહોંચ લઇ જઇ તે બતાવી ત્યારબાદ આપને આ ડસ્ટબીન મળશે. “સ્વચ્છ ભારત, સુંદર દાહોદ” અંતર્ગત સફાઈ અભિયાનને વેગ મળશે.
એક બાજુ દાહોદ સ્માર્ટ સિટીમાં સામેલ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ શહેરના રસ્તાનું સમારકામ પણ વહેલામાં વહેલી તકે પૂરું કરવામાં આવશે અને દરરોજ સવારેે અને સાંજે એમ બે ટાઈમ દાહોદ નગર પાલિકાના સફાઈ કામદારો સાફસફાઈ કરવા માટે નીકળશે. તેવું ચીફ ઓફિસરે NewsTok24  સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.






Related News

Comments are Closed

%d bloggers like this: