ચાકલીયામાં બાઇક ચાલકે પોલીસ જીપને ટક્કર મારી નુકસાન પહોંચાડતાં ફરિયાદ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

લીમડી પી.એસ.આઇ. આર.ડી.ડામોર તથા સ્ટાફના માણસો ચાકલીયા આઉટ પોસ્ટ વિસ્તારના એમ.પી.બોર્ડરના ગામોનું પેટ્રોલીંગ કરી ચાકલીયાથી પરત લીમડી તરફ આવતાં હતા. ત્યારે મુંડાહેડા પાસે સાંજના સાતેક વાગ્યાના અરસામાં રોડની બાજુમાં ત્રણ મોટર સાયકલો ઉભી હતી અને ચાર પાંચ માણસો ઉભા હોઇ તેની તપાસ કરવા જીપ રોડની રાઇડમાંપાર્કિંગ લાઇટ ચાલુ કરી ઉભી રાખી હતી.

આ સમયે ચાકલીયા તરફથી ત્રણ સવારીમાં આવતા બુલેટના ચાલકે સાઇડમાં ઉભેલી સરકારી જીપને પાછળના ભાગે અથડાવી પાછળનું બ્રેક લાઇટ, સાઇડ લાઇટ તોડી નાખી 1000 જેટલુ નુકસાન કર્યુ હતું. જીપના ડ્રાઇવર લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: