(ચલાે સ્કુલ ચલે): દાહાેદ જિલ્લામાં પ્રથમ દિવસે ધાૈેરણ 9 અને 11માં વિદ્યાર્થીઅાેની જૂજ હાજરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહાેદ11 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • જિલ્લામાં રજૂ થયેલા સંમતિપત્રો કરતા પણ ઘણાં ઓછા બાળકો હાજર રહ્યા
  • ધોરણ 10 અને 12માં વિદ્યાર્થીઓ ભય વિના ભણતા થયા

દાહોદ જિલ્લામાં પણ રાજ્ય સરકારની સુચના પ્રમાણે ધોરણ 9 અને 11ના વર્ગો સોમવારથી સરુ તઇ ગયા છે પરંતુ કોરોનાનો દર હજી સુધી દુર થયો હોય તેમ જણાતુ નથી. કારણ કે શાળામાં પ્રથમ દિવસે જૂજ બાળકોજ આવ્યા હતા તેમજ સંમતિપત્રો પણ વધારે સંખ્યામાં રજૂ કરવામાં આવ્યા નથી. ગુજરાત સરકારે ધીમે ધીમે કોવિડના કારણે લાદવામાં આવેલા પ્રતિબંધો ધીમે ધીમે હટાવી રહી છે.કારણ કે દિન પ્રતિદિન કોરોનાના આંકડા ઘટી રહ્યા હોવાથી જન સામાન્ય પણ રાહત અનુભવી રહ્યો છે.

લગ્નસરામાં પણ 200 મહેમાનોની છુટ બાદ તારીખ 1 ફેબ્રુઆરીથી સિનેમાઘરો અને મલ્ટીપ્લેક્સ પણ સંપૂર્ણ ખોલી દેવામાં આવ્યા છે. તેવી જ રીતે ધોરણ 10 અને 12ના વર્ગો શરુ કર્યા બાદ તારીખ 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગો પણ શરુ કરી દેવામાં આવ્યા છે.જેથી દાહોદ જિલ્લામાં પણ સોમવારતી શાળાઓમાં ધોરણ 9વ અને 11 ના વર્ગો શરુ થઇ ગયા હતા.કોવિડની માર્ગદર્શિકાના સંપૂર્ણ પાલન સાથે વર્ગો શરુ કરી દેવામાં આવ્યા છે પરંતુ પ્રથમ દિવસે પાંખી હાજરી જોવા મળી છે.

ધોરણ 9માં જિલ્લામાં કુ઼લ 34972 વિદ્યાર્થીઓમાંથી માત્ર 6570 સંમતિપત્રો રજૂ કરાયા હતા પરંતુ પહેલા દિવસે તેમાંથી માત્ર 3455 વિદ્યાર્થીઓ જ હાજર રહ્યા હતા. તેવી જ રીતે ધોરણ 11માં પણ કુલ 12857 વિદ્યાર્થીઓ સામે 2574 સંમતિપત્રો આવ્યા હતા. તેમ છતાં તેમાં પણ ફક્ત 1296 વિદ્યાર્થીઓ જ પ્રથમ દિવસે ઉપસ્થિત રહ્યા હોવાની સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ છે. આજના આંકડા પ્રમાણે ધોરણ 10માં પણ કુલ 31,465 પૈકી 18580 સંમતિપત્રો રજૂ થયા હોવા છતાં સોમવારે તારીખ 1 ફેબ્રુઆરીના રોજ 12341 વિદ્યાર્થીઓ હાજર હતા જ્યારે ધોરણ 12માં પણ 13575માંથી 9850 સંમતિપત્રો રજૂ થયા બાદ સોમવારે6045 વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા હતા. આમ ધીમે ધીમે શિક્ષણની ગાડી પાટે ચઢી જશે તેમ જણાઇ રહ્યુ છે.






Related News

Comments are Closed

%d bloggers like this: