ચકચાર: લીમડીયામાં પથ્થરની ખાણમાંથી યુવકની લાશ મળતાં ખળભળાટ, યુવકના શરીરે ઇજા અને લોહી નીકળતું હોવાથી વિવિધ ચર્ચા

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Various Discussions On The Discovery Of The Body Of A Young Man From A Stone Quarry In Lemdia, Injuries And Bleeding From The Body Of A Young Man

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી લાશ પીએમ માટે ખસેડી

ફતેપુરા લીમડીયા ગામ ના માનજીભાઈ જોતીભાઈ ગરાસીયા બુધવારના રોજ બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા. તે દરમિયાન ગામના એક ઈસમ સામે આવીને જણાવ્યું હતું કે ગામમાં પથ્થરની ખાણમાં એક ઇસમની લાશ પડી છે ચાલો આપણે જોવા જઈએ તેમ જાણ થતાં માનજીભાઇ ગામના આગેવાનોને સાથે લઈને લીમડીયા ગામે આવેલી ખાણ પર ગયા હતા.

ત્યાં ખાણ માં લાશ પડેલી જોવા મળી હતી. લાશ માનજીભાઈ એ જોતા તેમને તેમનો ભાઈ લાલસીંગ ભાઈ હોવાનું માલુમ પડ્યું હતું. લાશને બહાર કાઢતાં ગળામાં તેમજ કપાળના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા લોહી પણ નીકળતું હોવાનું જોવા મળતા વિવિધ ચર્ચાએ જોર પકડ્યુ હતું.લાલસીંગની પત્ની પાંચેક વર્ષથી બાળકો સાથે પિયરમાં રહેતી હોવાથી લાલસીંગ દારૂની લતે ચડ્યો હોવાનું ફરિયાદમાં નોંધાવ્યું હતું.હાલ માનજીભાઇનીજાહેરાતના આધારે ફતેપુરા પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરી પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: