ઘેર બેઠા ગાંજાનું વેચાણ: ઝાલોદના લીમડીમાં ઘરેથી વેપલો કરતો આરોપી 4.63 કિલો ગાંજા સાથે ઝડપાયો

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદ જિલ્લામાં વિદેશી દારુ બાદ ગાંજાનુ ચલણ પણ વધ્યુ

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાંથી દાહોદ એલસીબી અને એસઓજી પોલીસે બાતમીના આધારે એક સોસાયટીના મકાનમાં ગાંજાનું વેચાણ કરતાં એક શખ્સને ઝડપી પાડ્યો છે અને રૂપિયાં 46 હજાર 300ના 4.63 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.

દાહોદ એલ.સી.બી અને એસ.ઓ.જી પોલીસને ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં કાંતિકંચન સોસાયટીમાં ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. તાત્કાલિક પોલીસ કાફલો કાંતિકંચન સોસાયટીમાં જવા રવાના થયો હતો અને ત્યાં રહેતાં દિપક ચંદ્રસેન સોનીના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારતાં તેના મકાનમાંથી 4.63 કિલો ગ્રામ કિંમત રૂ. 46,300નો પાસ પરમીટ વગરનો વનસ્પતિજન્ય ભેજયુક્ત ગાંજા સાથે દિપકકુમાર ચંદ્રસેન સોનીને પોલીસે ઝડપી પાડ્યો હતો.

બનાવને પગલે લીમડી નગર સહિત જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આટલા મોટા પ્રમાણમાં ગાંજો ક્યાંથી આવ્યો? તે એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. ત્યારે પોલીસની તપાસ દરમિયાન આ ભેદ ઉપરથી પણ પડદો ઉચકાશે તેવી પુરેપુરી શક્યતા વ્યક્ત કરાઈ છે.

.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: