ઘરપકડ: દાહોદમાં સોયાબિનનો જથ્થો ટ્રકમાં ભરાવી ઠગનાર બે ગુનેગારો ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
ગુનો આચરવામાં વપરાયેલી ટ્રક  તથા રિકવર કરેલો સોયાબીનનો જથ્થો નજરે પડે છે. - Divya Bhaskar

ગુનો આચરવામાં વપરાયેલી ટ્રક તથા રિકવર કરેલો સોયાબીનનો જથ્થો નજરે પડે છે.

  • 2 માસ પૂર્વે ટ્રાન્સપોર્ટર પાસેથી ઉજ્જૈન માટે માલ ભરાવ્યો હતો
  • ટ્રકમાં ખોટી નંબર પ્લેટ લગાવી ઠગાઇ કર્યા બાદ ટ્રકને કલર કરી દીધો : ખોટા નામો આપી ટ્રાન્સપોર્ટર સાથે ઠગાઈ કરી હતી

દાહોદ શહેરના ટ્રાન્સપોર્ટસ અને વેપારી સાથે બે મહિના અગાઉ થયેલા સોયાબિન ઠગાઇના ગુનામાં આંતર રાજ્ય બે ગુનેગારોને ઝડપી દાહોદ શહેર પોલીસે 13.94 લાખ ઉપરાંતનો સોયાબિનનો જથ્થો રિકવર કર્યો હતો. દાહોદમા ગત તારીખ 24 નવેમ્બરના રોજ એમએચ-19-સીવાય-8987 નંબરની ટ્રકના ચાલક તથા ક્લિનરે ભેગા મળી ગુનાઇત કાવતરૂ રચી દાહોદ માર્કેટના સુમિત ટ્રેડર્સના ગોડાઉનમાંથી 13,94,483ની કિંમતનો સોયાબિનનો જથ્થો બારોબાર સગેવગે કરતા તેની ફરિયાદ નોંધાઇ હતી. જેના આધારે દાહોદ શહેર પોલીસે પાનસેમલ ગામે જઇ તપાસ કરતાં ફરિયાદમાં નોંધાવેલા નામના કોઇ પણ વ્યક્તિ રહેતા ના હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યાર બાદ ટ્રકના નંબરના આધારે આરટીઓથી માહિતી કઢાવતાં ટ્રક મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાની મોટર ટ્રક ટ્રાન્સલાઇન કંપનીની હોવાનું બહાર આવતાં પોલીસે તપાસ કરતાં આ કંપની છેલ્લા એક વર્ષથી બંધ થઇ ગઇ હોવાનું લોનની ચૂકવણી સમયસર ના થતાં બેન્કે આ ગાડી સીઝ કરી હૈદ્રાબાદની બેન્કના યાર્ડમાં મુકેલ હોવાનું જાણવા મળ્યું હતું.જ્યારે દાહોદ માર્કેટના સીસીવીટી ફૂટેજમાં ટ્રકના ટાયર 12ની જગ્યાએ 14 ટાયરની જણાતા ગુનામાં વપરાયેલ ટ્રકની નંબર પ્લેટ ખોટી હોવાનું જણાઇ આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી.

ડ્રાઇવર તથા ક્લિનરે આપેલ મોબાઇલ નંબર ટ્રેસ કરતાં મધ્યપ્રદેશના બુરહાનપુરનું લોકેશન મળતાં દાહોદ શહેર પોલીસ બુરહાનપુર જઇ તપાસ કરતાં ઇમરાનખાન નાસીરખાન તથા ઇસ્લામખાન નાસીરખાન બન્ને ભાઇઓ આ નંબર વાપરતા અને તેમની પાસે 14 ટાયરની ટ્રક પણ છે અને બન્ને ભાઇઓ મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના ઓઝર ગામના હોવાનું જાણવા મળતાં પોલીસે વધુ તપાસ કરતાં બન્ને ભાઇઓ પરિવાર સાથે ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ પોલીસે આરોપીઓને શોધવા માટે ખંડવા, ખરગો, બુરહાનપુર, બડવાણી તથા ધાર જિલ્લામાં તપાસ કરી હતી.

તેમના સગાસબંધીઓના મોબાઇલ નંબર મેળવી તેમની સાથે સંપર્ક રાખનારા લોકોના મોબાઇલ નંબરો મેળવી તેમના સીડીઆર આધારે તા.2 જાન્યુઆરીના રોજ ઇમરાનકાન નાસીરખાન ઓઝટ ગામે પોતાના ઘરે આવ્યો હોવાની બાતમી મળતા દાહોદ પોલીસે તપાસ કરી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: