ઘરપકડ: દાહોદમાં માઉઝર પિસ્તોલ સાથે ફરતો યુવક ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક

દાહોદના પરેલમાંથી યુવક પાસેથી એલસીબીની તપાસમાં દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ મળી આવી હતી. પોલીસે માઉઝર અને એક્ટિવા જપ્ત કરી છે. ભીલવાડાનો વિનોદભાઈ છત્રસિંહ ગણાવા પોતાની સાથે એક દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ લઈ એક્ટીવા ઉપર દાહોદમાં આવેલ પરેલ વિસ્તારના રેલવે ફાટક નજીકથી પસાર થઈ રહ્યો હતો.
બાતમીના આધારે વોચ ગોઠવીને ઉભેલી એલસીબીએ વિનોદભાઈ ત્યાંથી પસાર થતાંની સાથે જ પોલીસે તેને ઝડપી પાડ્યા હતાં. તલાશી વેળા તેની પાસેથી એક દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ,એક મોબાઇલ તેમજ એક્ટિવા જપ્ત કરી હતી. વિનોદ સામે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Related News
આયોજન: ગુજરાત પોલીસનો હિસ્સો બનેલા બેલ્જિયમ મલિનો જાતિના શ્વાન પ્રથમ વાર પરેડ કરશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
કાર્યવાહી: ઉમેદપુરા ગામમાંથી 2.40 લાખના દારૂના જથ્થા સાથે સ્કોર્પિયો ઝડપાઇ, દાહોદ LCBએ પાણીયાથી 7 કિલોમીટર પીછો કર્યો હતો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ લીમખેડા2 કલાક પહેલાRead More
Comments are Closed