ઘઉંના ઊભા પાક સહિતના પાકને નુકસાન: મુવાલીયા ડેમની કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં નુકસાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • તાત્કાલિક ગાબડંુ બંધ કરાતાં ખેડૂતોએ હાશ અનુભવી
  • બે દિ’થી પાણી વહી રહ્યંુ હતું પરંતુ તંત્રે ધ્યાન જ અાપ્યંુ ન હતું

દાહોદ તાલુકાના મુવાલીયા સિંચાઈ ડેમના કેનાલમાં ગાબડું પડતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતાં ઘઉંના ઉભા પાક સહિત અન્ય પાકને નુકસાન થયું હતું. ગાબડામાંથી બે દિવસથી પાણી વહી રહ્યુ હતુ પરંતુ ધ્યાન અપાયુ ન હતું. જોકે, અંતે ગાબડુ પુરવામાં આવતાં ખેડુતોએ હાશ અનુભવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ તાલુકાના મુવાલિયા ગામની કેનાલમાં ગાબડુ પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા હતાં. મુવાલીયા સિંચાઈના મદદનીશ ઈજનેર જે.એન.પરમારે જણાવ્યુ હતું કે, ચોકીદારો દ્વારા તેમને આ ઘટનાની જાણ થઇ હતી. મુવાલીયા સિંચાઈમાં સવારના 11 વાગ્યા ગાબડું પડ્યું હતું. આ મામલે ચોકીદાર દ્વારા તાત્કાલિક કેનાલનો ગેટ બંધ કરી દેવામાં આવતા પાણી બંધ થઇ ગયું હતું. બે દિવસ પહેલા નાનુ ગાબડું પડ્યું હતું અને તેનું સમારકામ કરવામાં આવ્યું હતું અને આગળ જે ખેડુતોને જરૂર હતી પાણીની ત્યાં પાણી પહોંચાડવા માટે કેનાલ ચાલું કરાઇ હતી. જોકે, આ ઘટનાથી કેટલાંક ખેડુતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: