ગૌવંશ બચાવાયુ: દાહોદના નગરાળામાં પાંચ પશુઓને બચાવ્યા, પોલીસ ત્રાટકતા કતલ કરનાર ફરાર થયો

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પાંચ પશુઓને બચાવી લઈ નજીકની ગૌશાળા ખાતે મોકલી આપ્યા

દાહોદ તાલુકાના નગરાળા ગામે એક મકાનમાં ગૌવંશનું કતલ થતું હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે એક મકાનમાં ઓચિંતો છાપો માર્યા હતો. પોલીસ મકાનમાંથી કતલ કરેલા ગૌમાંસ તથા કતલ કરવા માટે ત્રણ ગાયો તથા બે બળદ મળી કુલ પાંચ પશુઓને બચાવી લઈ નજીકની ગૌશાળા ખાતે મોકલી આપ્યા છે. જ્યારે પોલીસ આવતી હોવાની જાણ થતાંની સાથે જ આરોપી નાસી જવામાં સફળ રહ્યાં હતા.

મનજીભાઈ હુમલાભાઈ માવી નાસી જવામાં સફળ રહ્યો

દાહોદ તાલુકાના નગરાળા ગામે ભુરીયા ફળિયામાં રહેતાં મનજીભાઈ હુમલાભાઈ માવીએ પોતાના રહેણાંક મકાનમાં ગૌમાંસનું કલત કરતો હતો. આ અંગેની બાતમી ગૌરક્ષક ટીમ અને પોલીસને થતાં પોલીસ કાફલો ગૌરક્ષકોની ટીમની સાથે મનજીભાઈના મકાનમાં ઓચિંતો છાપો માર્યા હતો. જ્યારે પોલીસ આવી હોવાની વાતની જાણ થતાં મનજીભાઈ હુમલાભાઈ માવી નાસી જવામાં સફળ રહ્યો હતો.

મકાનમાંથી કતલ કરેલુ ગૌમાંસ મળી આવ્યું

પોલીસે તેના મકાનમાંથી કતલ કરેલા ગૌમાંસ તેમજ કતલ કરવા માટે ક્રુરતા પૂર્વક અને વગર ઘાસચારા કે પાણીની સુવિધા વગર બાંધી રાખેલી ત્રણ ગાયો અને બે બળદ મળી કુલ પાંચ પશુઓને બચાવી લઈ નજીકની ગૌશાળા ખાતે મોકલી દીધી હતી. આ સબંધે દાહોદ તાલુકા પોલીસે મનજીભાઈ હુમલાભાઈ માવી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી તેમજ તેના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: