ગૌરવ: દાહોદની વિદ્યાર્થીની નૃત્ય સ્પર્ધામાં વિશ્વસ્તરે દ્વિતીય ક્રમે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદની વિદ્યાર્થીનીને ઈન્ટરનેશનલ સ્પર્ધામાં નૃત્યવિભાગમાં દ્વિતિય ક્રમ પ્રાપ્ત થયો છે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) દ્વારા આયોજિત ‘ગ્લોબલ યુથ આર્ટ ફેસ્ટ’ ની સ્પર્ધામાં દેશવિદેશના 200 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેની વર્ચ્યુઅલ ગ્રાન્ડ ફીનાલેના વિજેતાઓની ઘોષણા વૈષ્ણવાચાર્ય 108 વ્રજરાજકુમારીની શુભ ઉપસ્થિતિમાં ઓનલાઈન લાઈવ પ્રસારણ દ્વારા કરાઇ હતી.

જેમાં નૃત્યવિભાગમાં વૈશ્વિક સ્તરે કુલ 25 સ્પર્ધકો પૈકી દાહોદની લિપ્સા દર્શન શાહે દ્વિતીય રેન્ક પ્રાપ્ત કર્યો છે. દેશવિદેશમાં વસતા વૈષ્ણવ સમાજના યુવાઓ કલા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તરફ જાગૃત થાય અને તેઓને પ્રોત્સાહન મળે તે આશયથી આ સ્પર્ધા અંતર્ગત ચિત્રકામ, સર્જનાત્મક લેખન, નૃત્ય અને સંગીતવાદ્યની વર્ચ્યુઅલ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.






Related News

Comments are Closed

%d bloggers like this: