ગૌરવ: ઝાયડ્સ મેડિકલ કોલેજની શાખાના વડા તબીબોનું સન્માન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ42 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કોરોનાથી સંક્રમિત દર્દીઓને સાજા કરવામાં મહત્વપૂર્ણ સાબિત થનારી ઝાયડ્સ મેડિકલ કોલેજમાં કાર્યરત વિવિધ શાખાઓના વડા એવા તબીબોનું આજે જિલ્લા વહીવટી તંત્ર વતી કલેક્ટર વિજય ખરાડી દ્વારા સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. કલેક્ટર ખરાડીએ ઉમેર્યું કે, દાહોદમાં એપ્રિલ માસથી શરૂ થયેલી કોરોના સામેની લડાઇ આજ સુધી શરૂ છે. તેમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ એવા આરોગ્યકર્મીઓએ એક પણ રજા લીધા વિના કામ કર્યું છે. પોતાના પરિવારની પણ પરવાહ કર્યા વિના આરોગ્યકર્મીઓએ દર્દીનારાયણની સેવા કરી છે. આવા આરોગ્યકર્મીઓની સેવાનું સન્માન કરવાથી તેમને પોત્સાહન મળે છે. એમ કહી કલેક્ટરે જિલ્લાના તમામ આરોગ્યકર્મીઓને દીપાવલી પર્વની શુભકામનાઓ પાઠવી હતી. ઝાયડ્સ મેડિકલ કોલેજના ડિન સી. બી. ત્રિપાઠીએ કોરોનાકાળમાં જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળેલા સહયોગ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: