ગોઝારા 24 કલાક: દાહોદમાં છેલ્લા ચોવિસ કલાકમાં બનેલી માર્ગ અકસ્માતની ત્રણ ઘટનામાં પાંચ વ્યક્તિના ભોગ લેવાયા

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ધાનપુરના આમલીમેનપુર ગામ પાસે બસની અડફેટે બાઈક સવાર ત્રણ યુવકોના મોત થયા
  • જેકોટમા ટ્રેકટરનું ટાયર ફાટતાં કાર પાછળ ઘુસી જતા ચાલકનું સારવાર દરમિયાન મોત
  • દેવગઢ બારીઆમાં બોલેરોના ચાલકે બાઈકને ટક્કર મારતા 65 વર્ષિય વૃદ્ધનુ મોત

પ્રથમ ઘટના ધાનપુર તાલુકાના આમલીમેનપુર ગામે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક એસ.ટી. બસના ચાલકે એક મોટરસાઈકલ પર સવાર ત્રણ યુવકોને અડફેટમાં લઈ જોશભેર ટક્કર મારતાં ત્રણ પૈકી એક યુવકનું ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવકોને પણ ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને સારવાર અર્થે ગોધરા રીફર કરવામાં આવ્યાં હતાં. જ્યાં બે યુવકોના પણ મોત નીપજતાં એકસાથે ત્રણ યુવકોના મોતને પગલે તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

ત્રણેય યુવકો મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આમલીમેનપુર ગામેથી એક એસ.ટી.બસના ચાલકે એસ.ટી.બસ પુરઝડપે હંકારી લાવતો હતો. આ દરમ્યાન આમલીમેનપુર ગામે નઢેલાવ ફળિયામાં રહેતાં મુકેશભાઈ દશરથભાઈ પલાસ, વિપુલભાઈ મનુભાઈ બારીયા અને પ્રવિણભાઈ છગનભાઈ પલાસ આ ત્રણેય યુવકો એક મોટરસાઈકલ પર સવાર થઈ આમલીમેનપુર ગામેથીજ પસાર થઈ રહ્યાં હતાં. તે સમયે એસ.ટી.બસના ચાલકે આ ત્રણેય યુવકોની મોટરસાઈકલને અડફેટમાં લઈ જોશભેર ટક્કર મારતાં ત્રણેય યુવકો મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં.

યુવકોનો મોતને પગલે પરિવારજનોમાં આક્રંદનો માહોલ
જેને પગલે મુકેશભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેનું ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસ, 108 સેવા તેમજ ત્રણેય યુવકોના પરિવારજનો તમામ ઘટના સ્થળે દોડી ગયાં હતાં. ગંભીર ઈજાગ્રસ્ત વિપુલભાઈ અને પ્રવિણભાઈને તાત્કાલિક ગોધરા સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેઓનું પણ મોત નીપજતાં પરિવારના માથે આભ તુટી પડ્યું હતું. માર્ગ અકસ્માતમાં એક સાથે ત્રણેય યુવકોનો મોતને પગલે પરિવારજનોમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો હતો. જાણવા મળ્યાં અનુસાર, માર્ગ અકસ્માત સર્જી એસ.ટી.બસનો ચાલક બસ સ્થળ પર મુકી ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

આ સંબંધે આમલીમેનપુર ગામે નઢેલાવ ફળિયામાં રહેતાં રેશમબેન દશરથભાઈ પલાસે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી એસ.ટી. બસના ચાલકની ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

કાર ટ્રોલી નીચે ફસાઈ જતા ચાલકને જેસીબીથી કાઢવા પડયા
બીજી ઘટનામાં દાહોદ પાસે જેકોટ ગામે એક કપચી ભરેલા ટ્રેક્ટરની પાછળ એક કાર ઘુસી જતાં ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ગાડીનો ચાલક અંદર ફસાઈ ગયો હતો. ઘટનાને પગલે લોકો દ્વારા ગાડીમાં ફસાઈ ગયેલા ચાલકને બહાર કાઢવાની પુરેપુરી કોશિષ કરતી હતી અને બહાર પણ કાઢ્યો હતો. પરંતુ ત્યાંથી તેને સારવાર માટે નજીકના દવાખાને લઈ જવાતાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

અકસ્માત કરી ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો
ત્રીજી ઘટનામાં દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં એક અજાણ્યા બોલેરોના ચાલકે એક મોટરસાઈકલ પર સવાર 65 વર્ષીય વૃદ્ધને અડફેટમાં લીધા હતા. વૃદ્ધને ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યાંનું જાણવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: