ગેસ લીકેજ: દાહોદના ગોદીરોડ પર વરસાાદી પાાણીના નિકાલની પાઇપ લાઇનના ખોદકામ વખતે ગેસ લીકેજ થતાં દોડધામ મચી ગઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • જેસીબીથી ગેસની પાઇપ લાઇનમાં ભંગાણ થતાં દબાણ સાથે ગેસ વછુટ્યો સ્માર્ટ સીટી પ્રોજેક્ટના કામો વિના આયોજને થતાં હોવાથી શહેરીજનોને હાલાકી

દાહોદમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટના વિવિધ કામો ચાલી રહ્યાં છે. પરંતુ તેમાં આયોજનનો સંપૂર્ણ આભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપ લાઇનનું કામ પણ ચાલી રહ્યુ છે. આજે બપોરે ગોદી રોડ વિસ્તારમાં તેના માટે ખોદકામ ચાલતુ હતુ. ત્યારે ગેસ પાઇપ લાઇન લીકેજ થતાં દોડધામ મચી ગઇ હતી.

દર્દીઓને લાવવા લઇ જવામાં તકલીફ પડે છે

સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત જુદા જુદા કામ દાહોદ શહેરમાં ચાલી રહ્યાં છે. વરસાદી પાણીના નિકાલ માટે પાઇપ લાઇન નાખવાનું કામ કોરોનાની બીજી લહેર વચ્ચે પણ ચાલી રહ્યું છે. પાઇપ લાઇન નાખવા માટે ખોદકામ કરવામાં આવે છે. તેથી ઘણાં રસ્તા બંધ થઇ જાય છે. તેને કારણે કોરોનાના દર્દીઓને લાવવા લઇ જવામાં સ્વાભાવિક રીતે જ તકલીફ પડી રહી છે. એકના એક રસ્તાના છાશવારે ખોદકામ કરી ફરી તે રસ્તા બનાવવા કે પેચીંગ કરવાની દાહોદ શહેરમાં કોઇ નવાઇ નથી. કારણ કે વિવિધ એજન્સીઓના સંકલન વિના જ કામ ચાલી રહ્યાં હોવાથી પ્રજાના પૈસાનું પાણી થઇ રહ્યું છે. પરંતુ આવા અવ્યવહારુ વિકાસ સામે કોઇ હરફ સુધ્ધા ઉચ્ચારવા તૈયાર નથી.

સ્માર્ટ સીટીના કામ ઉપર અમારું કઇ નિયંત્રણ નથી

દાહોદ નગર પાલિકાનો વહીવટ તો વર્ષોથી તેની રીતે જ ચાલે છે. ત્યારે સ્માર્ટ સીટીના કામ માટે તેમને ન્હાવા નિચોવાનો સંબંધ નથી તેમ જણાવાય છે. કારણ કે પાલિકાના મુખ્યઅધિકારીએ ચાર દિવસ પહેલાં જ જણાવ્યુ હતુ કે સ્માર્ટ સીટીના કામ ઉપર અમારું કઇ નિયંત્રણ નથી. આમારે માત્ર એટલું જ જોવાનુ હોય છે કે આવા ખોદકામ વખતે અમારી કોઇ પાઇપ લાઇનમાં ભંગાણ ન થાય. આમ સ્માર્ટ સીટીના કામોથી શહેરીજનોને તકલીફ પડે તો પણ પાલિકાની કોઇ જવાબદારી નથી તેવો અર્થ છે.

થોડી વાર માટે ભયનો માહોલ ઉભો થયો

વરસાદી પાણીના નિકાલ માટે મસ મોટી પાઇપ જમીનમાં ઉતારવાની છે. ત્યારે આજે બપોરે 12 વાગ્યાના અરસામાં ગોદી રોડ પર જેસીબી દ્વારા ખોદકામ ચાલતુ હતુ. તેવા સમયે જ ગેસ પાઇપ લાઇન પર હથોડો વાગી જતાં દબાણ સાથે ગેસ બહાર નીકળવા માંડતા અવાજને કારણે આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. થોડી વાર માટે ભયનો માહોલ ઉભો થયો હતો. પરંતુ દબાણ ઓછુ થઇ જતા પછીથી ધીમે ધીમે ગેસ નીકળી રહ્યો હતો. આમા એવુ પણ બનવા જોગ છે કે ગેસ પાઇપલાઇન ક્યાંથી નીકળે છે. તેનો નિર્દેશ કરવામાં પણ ચૂક થઇ શકે છે. જો કોઇ પણ અનિચ્છિય ઘટના બની ન હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: