ગેસ ટેન્કરમાં આગ: દાહોદના કતવારા પાસે એલપીજી ગેસ ભરેલા ટેન્કરના કેબીનમાં અચાનક આગ ફાટી નીકળી, પોલીસે હાઇવે બંધ કરાવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • દાહોદ ફાયર વિભાગે તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો કતવારા પોલીસે એક તરફનો હાઈવે બંધ કરી લોકોને દુર કર્યા

દાહોદ તાલુકાના કતવારા પાસે એલપીજી ગેસ ટેન્કરના કેબીનમાં એકાએક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર વિભાગની ટીમે તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂમાં લીધી હતી. જ્યારે ઘટનાના પગલે પોલીસે બંદોબસ્ત ગોઠવી હાઇવે બંધ કરાવ્યો હતો.

મળતી માહિતી મુજબ, દહેજથી (GJ-12-AT-7225)નંબરનું ટેન્કર એલપીજી ગેસ ભરી ઉજ્જૈન જઈ રહ્યું હતું. તે દરમિયાન રસ્તામાં દાહોદ તાલુકાના કતવારા ગામે ઇન્દોર-અમદાવાદ હાઇવે પર ટેન્કરના કેબિનમાં આગ લાગી જતા હાઇવે પર અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.

ઘટનાના પગલે સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા. જોકે, આગ વધુ ફેલાય તે પહેલા દાહોદ ફાયર વિભાગે તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો. જ્યારે કતવારા પોલીસે ઘટના સ્થળે પહોંચી એક તરફનો હાઇવે બંધ કરાવ્યો હતો, તેમજ સ્થાનિક લોકોને ઘટનાસ્થળેથી દૂર કર્યા હતા. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નહોતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: