ગેરકાયદેસર ચાલતુ ડીઝલ પંપ: ગુજરાતની સરહદ નજીક ગેરકાયદે ડીઝલ પંપ ઝડપાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • લીમડી-થાંદલા ઇન્ટરસ્ટેટ હાઇવે ઉપર મ.પ્રના બાલવાસામાં ભોપાળું ચાલતું હતું : ટોયલેટમાં ડિસ્પેંસિંગ મશીન લગાવાયું હતું
  • જમીનમાં દાટેલા ટેન્કરની 12 હજાર લીટરની ટાંકી મળી : ઢાબા સંચાલકની ધરપકડ : અમરેલીનો માસ્ટર માઇન્ડ ફરાર

દાહોદ જિલ્લાના લીમડી નજીક થાંદલા-લીમડી ઇન્ટરસ્ટેટ હાઇવે ઉપર ગુજરાત રાજ્યની સરહદને અડીને આવેલા મધ્ય પ્રદેશના બાલવાસા ગામમાં આવેલા એક ઢાબાની પાછળના ભાગે ગેરકાયદેસર ચાલતુ ડીઝલ પંપ ઝડપાતા ખળભળાટ મચી ગયો હતો. ઢાબા સંચાલકની ધરપકડ કરવા સાથે ઘટના સ્થળેથી ડિસ્પેંસિંગ મશીન, ટેન્કરની ટાંકી અને તેમાંથી 100 લિટર ડીઝલ જપ્ત કર્યુ હતું. સુરત જિલ્લાના અમરેલીના માસ્ટર માઇન્ડની મદદથી આ ડીઝલ પંપ ચાલતુ હોવાનું ખુલતાં મધ્ય પ્રદેશ પોલીસે તપાસ શરૂ કરી છે.

ગુજરાતની સરહદ ઉપર આવેલા લીમડી-થાંદલા ઇન્ટરસ્ટેટ હાઇવે ઉપર બાલવાસા ગામે પ્રકાશ ડામોર નામક યુવક પોતાના ઢાબાની પાછળના ભાગે એક અધુરા બનાવેલા મકાનમાં ગેરકાયદેસર રીતે ડીઝલ પંપ ચલાવી રહ્યો હોવાની બાતમીના આધારે મધ્ય પ્રદેશ પોલીસે છાપો માર્યો હતો. પોલીસે પ્રકાશને તો ઝડપી પાડ્યો હતો પરંતુ ડીઝલ પંપ ચલાવવાનો માસ્ટર માઇન્ડ મનાતો સુરત જિલ્લાના અમરેલીના રહેવાસી ધર્મેન્દ્ર અશો હરિયા નામક યુવક ફરાર થઇ ગયો હતો. અધૂરા બનાવેલા મકાન સ્થિત ટોયલેટમાં ડિસ્પેંસિંગ મશીન લગાવીને આ કૌભાંડ ચલાવવામાં આવતુ હતું. આ સાથે પોલીસને નજીકમાંથી અડધી જમીનમાં દાટેલી એક ટેન્કરની 12 હજાર લિટરની ટાંકી પ્લાસ્ટિકથી ઢાંકેલી મળી આવી હતી. નાનો મોટર પમ્પ પણ મળ્યો હતો. સૂત્રોએ જણાવ્યુ હતું કે, પ્રકાશ અને ધર્મેન્દ્ર લાંબા સમયથી આ વ્યવસાય કરી રહ્યા હતાં. પહેલાં બંને ઢાબા ઉપર કેન દ્વારા ડીઝલ વેચતાં હતાં. વેચાણ વધતા બંનેએ થોડા સમય પહેલાં જ ગેરકાયદે પંપ શરૂ કર્યો હતો.

ગુનાખોરી પાછળ ત્રણ શક્યતા

  • ભાવમાં અંતર – જાણવા મળ્યુ છે કે, આરોપીઓ પાસે પોતાની માલિકનીના ત્રણ ચાર મોટા વાહન છે. તે વાહનના માધ્યમથી ગુજરાતથી ડીઝલ લાવીને વેચી રહ્યા હતાં. ગુજરાત અને મધ્યપ્રદેશમાં ડીઝલના ભાવમાં બે રૂપિયા પ્રતિ લિટરનું અંતર છે. ગુજરાતમાં પેટ્રોલ મધ્ય પ્રદેશ કરતાં 10 સસ્તુ છે.
  • મિશ્રણ-ડીઝલમાં કેરોસીનનું મિશ્રણ કરીને વેચાણની શક્યતા છે.તેની તપાસ કરાશે.
  • ડીઝલની ચોરી-ગુજરાતની મોટી સંખ્યામાં ડીઝલના ટેન્કર જાય છે. શક્યતા છે કે તે ટેન્કરોમાંથી ડીઝલ કાઢી લેવાતુ હશે અને અહીં વેચાણ કરાતુ હશે.

આવશ્યક વસ્તુ અધિ. મુજબ ગુનો દાખલ
પ્રકાશને ઝડપી લેવાયો હતો જ્યારે ધમેન્દ્રની તલાશ ચાલુ છે. પ્રકાશને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરાશે. બંને સામે આવશ્યક વસ્તુ અધિનિયમ મુજબ ગુનો દાખલ કર્યો છે. ડીઝલમાં અન્ય કોઇ મિશ્રણ છે કે નહીં તે જાણવા ટેસ્ટિંગ માટે ખાદ્ય વિભાગને મોકલાશે.>એમ.એલ ગવલી, એસડીઓપી, થાંદલા


Related News

Comments are Closed

%d bloggers like this: