ગુનેગારોને પકડવાનું આયોજન: દાહોદમાં ભાગેડુ ગુનેગારોને પકડવા આયોજન ઘડાયું, ઉચ્ચ પોલીસ અધિકારીની બેઠક યોજાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
દાહોદમાં ત્રણ રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીની બેઠક યોજાઇ હતી. - Divya Bhaskar

દાહોદમાં ત્રણ રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીની બેઠક યોજાઇ હતી.

  • ગોધરા રેન્જ આઇજીએ માહિતી આપી

સ્થાનિક સ્વરાજની સંસ્થાની આગામી ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે એક વિશેષ પહેલના ભાગરૂપે ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એસ.ભરાડા દ્વારા મદ્યપ્રદેશ પોલીસના અધિકારીઓ સાથે ઇન્ટર સ્ટેટ બોર્ડર પોલીસના નેજા હેઠળ બેઠક યોજવામાં આવી હતી.

જેમાં ભાગેડુ ગુનેગારોને પકડી પાડવા ઉપરાંત ચૂંટણી ટાણે નશાબંધીને વધુ ચુસ્તાઇની અમલ કરવા માટે પરસ્પર સંકલન રાખવા સહમતી સાધવામાં આવી હતી.ભરાડાએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના જાબુઆ, અલીરાજપુર, બાંસવાડા, ધાર અને બાંસવાડાના પોલીસ અધિકારીઓ સાથે ઇન્ટર સ્ટેટ બોર્ડર પોલીસ બેઠક યોજવામાં આવી હતી.

જેમાં બન્ને જિલ્લાના ભાગેડુ ગુનેગારોની યાદીની આપલે કરવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા બન્ને રાજ્યોની પોલીસને તે રાજ્યના ગુનેગારોને પકડવામાં તમામ મદદ કરવામાં આવે છે. એજ પ્રકારે ગુજરાત પોલીસને પણ બન્ને રાજ્યો તરફથી મદદ મળતી રહે છે. ચૂંટણીને ધ્યાને રાખીને સંકલનને વધુ મજબુત બનાવવા માટે આ બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં બન્ને રાજ્યોની સરહદે પોલીસ તપાસ નાકાને વધુ સઘન બનાવવા પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ટેક્નોલોજીની મદદથી ગુનેગારોની ઓળખ અને તેનું પગેરૂ શોધવાનું નિયત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્થાનિક કક્ષાએથી બન્ને રાજ્યોની પોલીસ વચ્ચે સંકલન વધુ સારી રીતે થાય તે બાબત પણ સુનિશ્ચિત કરવામાં આવી હતી.

આ બેઠકમાં ઉપસ્થિત વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલે પણ કેટલાક મહત્વના સુચનો કર્યા હતા. બેઠકમાં દાહોદના એસ.પી. હિતેશ જોયસર, છોટાઉદેપરુના ડીએસપી ધર્મેન્દ્ર શર્મા, જાબુઆના એડિશન એસપી આનંદસિહ વાસ્કલે, નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીઓ દિલીપસિંહ બિલાવલ, એ.બી.સિહ, દાહોદના ભાવેશ જાદવ, ડો. કાનન દેસાઇ, બેંકર ઉપસ્થિત રહ્યા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: