ગુજરાતના આ ગામમાં પુત્રએ બનાવ્યુ પિતાનું મંદિર, પિતા 68 વર્ષ પહેલા પોલીસ પટેલ તરીકે ઓળખાતા

ઝાલોદ તાલુકામાં મંદિરમાં ચોથી પૂણ્યતિથી પર પિતાની મૂર્તિની ધામધૂમથી સ્થાપના કરી

 • son made tample of father in maghanisar village

  પિતા સમસુભાઈ ડામોર ગામમાં 68 વર્ષ પહેલા પોલીસ પટેલ તરીકે ઓળખાતા હતા

  ઝાલોદ: ઝાલોદ તાલુકાનાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યની સરહદને અડીને આવેલા મઘાનીસર ગામમાં પુત્ર મુકેશ ડામોરે પિતાની યાદમાં મંદિર બનાવ્યું હતું. પિતા સમસુભાઈ ડામોરનો જન્મ 12 મે 1952ના રોજ થયો હતો. મઘાનીસર ગામમાં એ સમયે કોઈ પણ ઝઘડો કે સમસ્યા હોય તો ગ્રામજનો સમસુભાઈ પાસે નિરાકરણ માટે આવતા હતા.જેથી તેઓ તાલુકામાં પોલીસ પટેલ તરીકે પણ ઓળખાતા હતા.

  પિતાની મુર્તિની સ્થાપના કરી

  પિતાના ગામમાં કરેલા કામો અને તેમની લોક પ્રિયતાને લઈને પુત્ર મુકેશ ડામોર દ્વારા પિતાની ચોથી પુણ્યતિથીના પ્રસંગે ગામના રસ્તાના ચોક પાસે જ પિતાનું મંદિર બનાવીને તેમાં પિતાની મુર્તિની વિધિવત પરિવાર સાથે ધૂમધામથી સ્થાપના કરવામાં આવી હતી.

  પુત્રમો પિતા પ્રત્યનો પ્રમે છલકાયો

  આ કાર્યક્રમમાં ગામના સરપંચ પુત્ર પ્રતાપ ડામોર સહિત આખું ગામ જોડાયું હતું.તેમજ આ પ્રસંગે સતત વર્ષો સુધી ગામમાં આપેલી તેમની સેવાને યાદ કરવામાં આવી હતી.સાથે ઝાલોદના મઘાનીસર ગામમાં ઇતિહાસમાં પહેલીવાર પુત્ર દ્વારા પિતાનું મંદિર બનાવવામાં આવતા તાલુકા પંથકમાં પુત્રનો પિતા પ્રત્યેનો પ્રેમ છલકાતો જોવા મળ્યો હતો.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: