ગર્વ: દાહોદમાં તંત્રે વૃદ્ધ દંપતીના પુત્રની ફરજ નિભાવી, પરિવારના સામુહિક આપઘાત બાદ તંત્ર માતા-પિતાની ટેકણ લાકડી બન્યું
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- In Dahod, Tantra Performed The Duty Of The Son Of An Elderly Couple, After The Mass Suicide Of The Family, Tantra Became The Support Stick Of The Parents.
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
નિરાધાર બનેલા શબ્બીરભાઇના વહારે તંત્ર આવ્યું.
- આમીલ સાહેબે વિનામૂલ્યે રહેઠાણની વ્યવસ્થા કરી ત્રણ માસનું રાશન ઘરે પહોંચાડાયું
દાહોદ શહેરમાં ગઢી કિલ્લામાં આવેલી મામલતદાર કચેરીની પુરવઠા શાખાની ઓફિસે ના. મામલતદાર હાર્દિક જોશી પાસે આવેલી સકીનાબેન રાણાપુરવાલા રાશન કાર્ડમાંથી પાંચ નામ કમી કરવાનું કહી રડી પડી હતી. ઓફિસમાં હાજર લોકોને એવું લાગ્યું કે, કોઇ ગૃહકલેશના કારણે રાશન કાર્ડ અલગ કરવાના હશે. પણ પૂછપરછ કરતાં બીજી જ કહાની સામે આવી હતી. દાહોદમાં ગોધરા રોડ ઉપર સુજાઇ બાગ સ્થિત બતુલ એપાર્ટમેન્ટમાં રહેતા સકીનાબેનના ભાઇ સૈફી દૂધિયાવાલાએ ભાભી મેજબીન અને 3 બાળકો સાથે થોડા સમય પહેલા સામૂહિક આત્મહત્યા કરી હતી. આ કરુણાંતિકા બાદ સકીનાબેનના માતાપિતા નિરાધાર બન્યા હતા.
નાયબ મામ.જોશીએ સરકારી તંત્ર તરફથી અપાતી સહાય મેળવવા મદદ કરવાની ધરપત આપી તેમને ઘરે રવાના કર્યા હતાં. ત્યાર બાદ સકીનાબેનના પિતા શબ્બીરભાઇના ઘરે સૌ પ્રથમ ત્રણ માસ સુધી ચાલે એટલું રાશન મોકલી અપાયું. બાદ તેમને પુરવઠાનું રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષાનું રાશન કાર્ડ અપાયું. આ સાથે વહોરા સમાજના આમીલ સાહેબે તેમને વિનામૂલ્યે આવાસની વ્યવસ્થા પણ કરી આપી હતી. નિરાધાર પરિવારના પુનઃસ્થાપન માટે દાહોદના વહોરા સમાજની આ પ્રેરણાદાયી પહેલ હતી.
શબ્બીરભાઇને મધુપ્રમેહની બીમારી. જેને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા તેમને તત્કાલ મુખ્યમંત્રી અમૃતમ્ કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ કાઢી અપાયું. આ સમયમાં શબ્બીરભાઇને આંખોમાં રેટીનાને લગતી તકલીફ થઇ હતી. ત્યારે મુખ્યમંત્રી અમૃતમ્ કાર્ડ તેમના માટે વૃદ્ધાવસ્થાની ટેકણ લાકડી બની સામે આવ્યું. અંદાજે દોઢ લાખના ખર્ચે થતું આ ઓપરેશન નિ:શુલ્ક થઇ ગયું હતું. મામલતદાર કચેરીના કર્મયોગીઓ તેમની ખબર પૂછવા હોસ્પિટલ ગયા ત્યારે બહુ જ ભાવુક દૃષ્યો સર્જાયા હતાં.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed