ગરીબ જનતા સાથે અન્યાય: ​​​​​​​ફતેપુરા તાલુકામા વાજબી ભાવના દુકાનદારો ઓછો જથ્થો આપતા હોવાની કલેક્ટરને રજૂઆત

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કેટલીયે ફરિયાદો છતા કાર્યવાહી ન થતા આદિવાસી ટાઈગર સેનાએ રુબરુ આવેદન આપ્યુ

ફતેપુરા આદિવાસી ટાઈગર સેનાએ સરકારી સસ્તા અનાજની દુકાનોના ભ્રષ્ટાચાર બાબતે કલેકટરને રજૂઆત કરી છે. ચાર વખત મામલતદાર ફતેપુરા તથા કલેકટર, જિલ્લા પુરવઠા અધિકારી અને પુરવઠા સચિવ ને લેખીત ફરિયાદ અને અનેક વખત રુબરુ રજૂઆત છતાં કોઈ પરિણામ નહીં આવતા આજે કલેકટરને રુબરુ મળી ફરિયાદ કરી હતી.

ફતેપુરા તાલુકા ઉપરાંત આખા દાહોદ જિલ્લામાં સરકારી દુકાનોના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ ના મેળાપીપણાથી ચાલતા ભ્રષ્ટાચારથી ગરીબ આદિવાસી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. સરકાર દ્વારા નિયત રાશન નો જથ્થો આપવામાં આવે છે. એમાં 2 થી 5 કિલોગ્રામ જેટલો જથ્થો ઓછો આપવામાં આવે છે અને આખા ફતેપુરા તાલુકામાં એક પણ દુકાન સંચાલક આપેલા રાશનના જથ્થાની કોમ્પ્યુટરાઇઝ રિસિપ્ટ ક્યારેય આપતા નથી. જે રિસિપ્ટ માંગે છે એને ધમકી આપવામાં આવે છે. કેટલાક દુકાનદારોએ ગ્રાહકોને એમ કહે છે કે તમારાથી થાય તે કરી લો અમે ઓછો જથ્થો જ આપીશું. કોરોના કાળમાં પૂરતી રોજગારી પણ ઉપલબ્ધ નથી ત્યારે જીવન નિર્વાહ માટે સરકાર દ્વારા આપવામાં આવતા રાશન જ એક આધાર છે. પરંતુ સરકારની આ ઉમદા ભાવના પર દુકાનોના સંચાલકો અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ ના પાપે પાણી ફરી વળ્યું છે.

આજે દાહોદ કલેકટરને મળી આદિવાસી ટાઈગર સેના ના મધ્ય ગુજરાતના પ્રમુખ શિરીષ બામણીયા, આદિવાસી ટાઈગર સેના ફતેપુરાના પ્રમુખ મેહુલ તાવિયાડ અને અન્ય સામાજીક કાર્યકરોએ આ બાબતે રજૂઆત કરી ગરીબ આદિવાસી પ્રજાને સરકારી ધારાધોરણ મુજબ રાશન મળે અને એની કોમ્પ્યુટરાઇઝ રિસિપ્ટ આપે તેમ કરવા આદેશ કરવા જણાવ્યું હતું. કલેકટરે તપાસ ટીમોની રચના કરી છે અને એનો રિપોર્ટ આવે એટલે તરત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવી ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: