ગરબાડા તાલુકાનો પાટાડુંગરી ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશાલી છવાઇ

ગરબાડા2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદને પીવાનું પાણી પૂરૂ પાડતુ અને ગરબાડા તાલુકાના ઠક્કર બાપા જળાશય એટલે કે પાટાડુંગરી ડેમ મંગળવારે સાંજે ઓવરફ્લો થયો હતો. આ સરોવર સતત બીજા વર્ષે પણ ઓવરફલો થતા દાહોદ શહેર અને સિંચાઈમાં આવરી લેવાયેલ ગામો માટે ખુશીના સમાચાર છે. સિંચાઇ વિભાગની યાદી પ્રમાણે પાટાડુંગરી ડેમ તેની પૂર્ણ સપાટી 170.84 મીટર પરથી ઓવર ફ્લો થઇ રહ્યો છે. જેના પગલે નીચવાસના ગામોને સતર્ક કર્યા હતા.

0


Related News

Comments are Closed

%d bloggers like this: