ગરબાડામાં 4 મિમી વરસાદ સાથે જિલ્લામાં ઉકળાટ યથાવત્

દાહોદએક દિવસ પહેલા

  • કૉપી લિંક
  • થોડીક ઠંડક બાદ ફરીથી ચોમેર અસહ્ય બફારાથી લોકો ત્રસ્ત
  • વિવિધ વેબસાઈટ ઉપર હજુ 22મી સુધી વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા દાહોદ સહિતના વિવિધ પ્રાંતોમાં તા.16 થી 19 ઓક્ટોબર દરમિયાન વીજળી સાથે વરસાદ પાડવાની આગાહી દર્શાવાઈ હતી. તે અંતર્ગત શનિવારે દાહોદ શહેર સહિત જિલ્લામાં અમુક તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. બાદમાં સોમવારે તા.19-10-2020ના રોજ સવારથી અવારનવાર વાદળછાયું વાતાવરણ સર્જાતા વરસાદ પડશે તેવી સંભાવનાઓ સાથે ઠંડક

પ્રવર્તી જવા પામી હતી. પરંતુ, થોડી જ વારમાં ફરીથી ચોમેર અસહ્ય બાફના કારણે લોકો ત્રસ્ત બન્યા હતા. જો કે દરમિયાનમાં બપોરે 4 કલાકે જિલ્લાના ગરબાડામાં 4 મીમી વરસાદ નોંધાયો હતો. દાહોદમાં સોમવારે મહત્તમ 32 અને લઘુત્તમ 23 સે.ગ્રે.ડિગ્રી તાપમાન સાથે એકંદરે હવામાં 90 % ભેજ નોંધાયો હતો. જો કે હવામાનને લગતી આગાહી કરતી વિવિધ વેબસાઇટ્સ ઉપર દાહોદ જિલ્લામાં હજુ આગામી તારીખ 22 ઓક્ટોબર -2020 સુધીમાં વરસાદ વરસી શકે તેવી સંભાવનાઓ દર્શાવવામાં આવી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: