ગરબાડામાં બીજા દિવસે પણ એક જ પરિવારમાં કોરોનાના બે કેસ
- ગરબાડા નગર 70% વિસ્તાર કન્ટેન્મેન્ટ, બફર ઝોનમાં
દિવ્ય ભાસ્કર
Aug 09, 2020, 04:00 AM IST
ગરબાડા. તાલુકાના વિવિધ ગામોમાં કોરોનાના કેસ થતા હતા. બે દિવસથી ગરબાડા નગરને પણ કોરોનાએ પોતાના ભરડામાં લીધો છે. ગરબાડા ખાતે એક જ દિવસમાં કોરોનાના પાંચ કેસ આવ્યા હતા. જ્યારે જેસાવાડામાં એક કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો.
આજે ગરબાડાના મેઈન બજારમાં રહેતા શૈલેન્દ્ર મદનલાલ સોની અને તેમની પુત્રી સ્નેહાએ ગરબાડાના સરકારી દવાખાને કોરોનાના રેપિડ ટેસ્ટ કરાવતા તેઓ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે આંબલી ખજુરીયાના વજેસિંગભાઈ પાંગળાભાઈ મીનામા પણ આજે કોરોના પોઝિટિવ આવતા તાલુકામાં 3 કેસ પોઝિટિવ આવ્યા હતા. બંનેને દાહોદ એલ.ડી.હોસ્પિટલમાં રીફર કર્યા અને વજેસિંગભાઈ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કર્યા છે. લોકો જાહેરનામાનું સ્વૈચ્છિક રીતે તેનું પાલન કરે તે માટે આજે પ્રાંત અધિકારી, મામલતદાર ગરબાડા તાલુકા વિકાસ અધિકારી ગરબાડાએ બફર ઝોન અને કન્ટેન્મેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી અને લોકોને સમજાવ્યા હતા. ગરબાડા નગરમા કોરોનાએ પગપેસારો કરતા રેન્જ ઓફિસથી લઈને સમગ્ર મેઇન બજાર વિસ્તારને કન્ટેન્ટ મેન્ટ ઝોન જાહેર કર્યો હતો. જ્યારે કામળીયાવાડ ભાભોર ફળિયા ગણેશ મંદિર વાળી ગલી ઘાંચીવાડા,પોલીસ સ્ટેશન, ફોરેસ્ટઓફીસ, આઝાદ ચોક સુધીના વિસ્તાર ને બફર ઝોન જાહેર કર્યો.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed