ગણપતિ વિસર્જન ટાણે સંખેડા, દાહોદમાં 11 ડૂબ્યા, 3નાં મોત

સ્થાનિક તરવૈયાઓએ ડૂબી રહેલા યુવકોને બહાર કાઢ્યા,1 કલાકની જહેમત બાદ કિશોરનો મૃતદેહ મળી આવ્યો

  • Due to the dissolution of Ganpati, 11 drowned in Sankheda, Dahod, 3 dead

    પ્રતિકાત્મક તસવીર

    સંખેડા, દાહોદ: સંખેડા તાલુકાની ઉચ્છ નદીમાં 4 યુવકો ડૂબ્યા હતા. 4 પૈકીના બે યુવકોને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધા હતા. આ ઉપરાંત દાહોદ નજીકના નસીપુરના ચેકડેમમાં ગણેશ વિસર્જનમાં સાત લબરમૂછિયા એકસાથે ડૂબતાં દોડી આવેલા લોકોએ 6ને બચાવી લીધા હતા અને એકનું મોત નિપજ્યું હતું.

    સંખેડા તાલુકાના ધોળી ગામમાં મહાદેવ ફળિયામાં બેસાડેલા ગણપતિનું વિસર્જન કરવા માટે આ વિસ્તારનું યુવક મંડળ વાજતે ગાજતે નીકળ્યું હતું. ઉચ્છ નદીમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટે યુવક મંડળના યુવકો ઉતર્યા હતા. ધોળી ગામના આશિષ જેન્તીભાઇ બારિયા અને વિપીન રણજીતભાઇ બારિયા બંને મૂર્તિ લઇ આગળ ડૂબાવવા માટે નીકળ્યા હતા. ઉચ્છ નદીમાં પાણી વધારે નહોતું પણ તેમ છતાં તેઓ બંને ડૂબવા લાગ્યા હતા.

    સ્થાનિક તરવૈયાઓએ ડૂબી રહેલ ધોળી ગામના આ યુવકોને બહાર કાઢ્યા હતા અને એક યુવકને મારુતિ વાનમાં અને બીજા યુવકને ટ્રેક્ટરમાં સંખેડા હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા હતા. અહીંયાં ફરજ પરના તબીબ ડો.એસ.એસ.સિંઘે બંને યુવકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે બીજી તરફ દાહોદ શહેર નજીક આવેલા નસીરપુરા ગામના ચેકડેમમાં વિસર્જન માટે ગયેલા લબરમૂછિયાઓ ઉત્સાહના અતિરેકમાં ઉંડા પાણી તરફ ધસી જતાં શહેરના ગારખાયા વિસ્તારના 7 કિશોર એકસાથે ડૂબવા લાગ્યા હતા. દોડી આવેલા લોકોએ 6ને બચાવ્યા હતા, જ્યારે એકનું મોત થયું હતું. કલાકની જહેમત બાદ કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાથી શોકની લાગણી ફેલાઇ હતી.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: