ગણપતિ વિસર્જનની રાત્રે ઈંદૌર હાઈવે રોડ પર તસ્કરોનો તરખાટ, ૧૦ દુકાનોના તાળા તૂટ્યા

KEYUR PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે ગત રોજ આનંદ ચૌદસના પવિત્ર તહેવારે ગણેશ વિસર્જનના લીધે ઈંદૌર હાઈવે પર ૧૦ જેટલી દુકાનોના તાળા તૂટ્યા.
બીજી બાજુ સમગ્ર દાહોદ શહેરની જનતા અને પોલીસ સ્ટાફનાં જવાનો ગણપતિ બાપ્પાના વિસર્જનના લીધે ચુસ્ત બંદોબસ્તમાં હોઈ તસ્કરોએ આ તકનો લાભ લઈને આશરે ૧૦ જેટલી દુકાનોના તાળા તોડી હાથફેરો કર્યો. આ ૧૦ દુકાનોમાં રાહુલ મોટર્સ, ટાટા મોટર્સ, મહાવીર ટ્રેડર્સ, લબાના ટ્રાવેલ્સ, મહિન્દ્રા, નવકાર ટ્રેડર્સ તથા મારુતિ ટ્રેડર્સ ઉપરાંત બીજી ત્રણ દુકાનોનાં તસ્કરોએ તાળા તોડી કેટલા મુદ્દામાલ પર હાથફેરો કર્યો છે તેની આ સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈ ખબર નથી.


Related News

Comments are Closed

%d bloggers like this: