ગઠિયો ઝડપાયો: દાહોદમાં પોલીસની ઓળખ આપી મોબાઇલ લઇને ફરાર થઇ ગયેલા ચોરને પોલીસે આજે ઝડપી પાડ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ત્રણ દિવસ પહેલાં ચોર પોલીસની ઓળખ આપીને મોબાઇલ લઇને ફરાર થઇ ગયો હતો

દાહોદ શહેરમાં ત્રણ દિવસ પહેલાં પોલીસની ઓળખ આપી એક વ્યક્તિ પાસેથી એક મોબાઇલ ફોન ઝુંટવી ગઠિયો ફરાર થઈ ગયો હતો. જેને આજે પોલીસે શહેરના પરેલ વિસ્તારમાંથી ઝડપી લીધો છે અને ચોરીનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગત તારીખ 24મી એપ્રિલના રોજ એક વ્યક્તિ દાહોદ શહેરમાં આવેલા રંગમંચની પેશાબ ઘર લઘુશંકા માટે આવ્યો હતો. જ્યાં એક ઈસમ મોટરસાયકલ પર સવાર થઇ આવ્યો હતો અને પોતાની ઓળખ પોલીસની બતાવી લઘૂ શંકા માટે આવેલ વ્યક્તિ પાસેથી મોબાઇલ ફોન ઝૂંટવી લઈ નાસી ગયો હતો.

પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી આજે પોલીસે દાહોદ શહેરના પરેલ વિસ્તાર પ્રેમ નગર સોસાયટીમાં રહેતા રાહુલભાઈ મુલચંદ પાંડેની ઘરપકડ કરી તેની પાસેથી ચોરીનો મોબાઈલ ફોન કબ્જે કર્યો હતો. પોલીસે રાહુલનો કોરોના ટેસ્ટ કરાવી કોર્ટમાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: