ગંભીર આક્ષેપ: ઝાલોદ કાર અંગ્નિ કાંડમાં મૃતકના પિરવારજનાઓના પોલીસે ગોળી મારી હોવાના ગંભીર આક્ષેપ સાથે પીએમ કલાકો સુધી ન કરવા દીધુ
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- Police Did Not Allow PM’s Family Members To Do So For Hours, With Serious Allegations Of Being Shot Dead In The Zalod Car Fire
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- દારુ ભરેલી આવતી કારના ગઇ કાલે અકસ્માત થયો હતો એક મૃતક મધ્યપ્રદેશના ગોવાળીથી 15 દિ પહેલા સુરત મજૂરીએ ગયો હતો
ઝાલોદ બાયપાસ પર ગઇ કાલે એક કારનો અકસ્માત થતાં તેમાં આગ ફાટી નીકળી હતી.જેમાં કારમાં સવાર બે વ્યક્તિઓના સળગી જવાથી મોત નીપજ્યા હતા.કારમાં રાજસ્થાનથી વિદેશી દારુ લવાતો હોવાનો પર્દાફાશ થયો હતા. ત્યારે તે પૈકી એક વ્યકિત મધ્ય પ્રદેશના મેઘનગર પાસેના ગામનો હોવાની ઓળખ થઇ છે અને તેના પરિવારજનોએ મૃતકનુ પીએમ કરાવવા મામલે હોબાળો મચાવી તેને પોલીસે ગોળી મારી હોવાના ગંભીર આક્ષેપ કર્યો છે.
તારીખ 17 ફેબ્રુઆરીના રોજ બુધવારે વહેલી સવારે એક જીજે 05-8238 નંબરની કારમાં બે વ્યક્તિ રાજસ્થાનથી વિદેશી દારુના ટેટ્રા પેક ભરીને નીકળ્યા હતા પરંતુ ઝાલોદ બાય પાસ રોડ પર સ્ટીઅરીંગગ પરનો કાબુ ગુમાવી દેતાં રસ્તાની બાજુ પર ઉભેલી એક પીકઅપ જીપ સાથે કાર અથડાઇ જતાં તેમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી.કારમાં સવાર બંન્ને વ્યક્તિઓએ બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ ન નીકળી શક્તા બંન્ને કારમાં જ ભડથુ થઇ ગયા હતા. આમ તો આવા રસ્તાઓ પરથી દાહોદ જિલ્લામાં અને તે માર્ગે દારુ ઘુસાડવાની કોઇ વાત નવી નથી ત્યારે આ ઘટનામાં અકસ્માત થતાં ઘણાં પ્રશ્નાર્થો સર્જાયા છે.
જેના જવાબ સંબંધીત વિભાગો પાસે સ્પષ્ટ મળી શક્યા નથી અને હાલ પણ મળી શક્તા નથી.તેવા સમયે પોલીસના જણાવ્યા પ્રમાણે મોબાઇલ પરથી મૃતક પૈકી એક વ્યક્તિની ઓળખ થઇ છે .જે મધ્ય પ્રદેશનાઝાબુઆજિલ્લાના મેઘનગર તાલુકાના ગોવાળી ગામના 32 વર્ષિય મહેશ કાનજી સંગાડા હોવાનુ ખુલ્યુ છે.જે સુરત મુકામે 15 દિવસ પહેલા જ મજૂરી કામે ગયો હોવાની માહિતી પણ મળી છે.હવે પ્રશ્ન એ છે કે આ વ્યક્તિ અહીં આવ્યો કેમ અને કેવી રીતે.તેવા સમયેે તેના પરિવારજનો પણ ઝાલોદ આવી ચુક્યા છે અને પોલીસે ગોળી મારી હોવાનો ગભીર આક્ષેપ કરી રહ્યા છે.આ આક્ષેપ સાથે તેઓએ છેલ્લા ચાર કલાકથી મૃતકનુ પોસ્ટમોર્ટમ પણ કરવા દીધુ નથી.પોલીસ કહે છે કે આ આક્ષેપ ખોટા છે ત્યારે હવે પીએમ ક્યારે થશે તે હાલ કહી શકાય તેમ નથી.
ગોળી પોલીસે મારી છે,ભત્રીજાનો આક્ષેપ મહેશ સંગાડાના ભત્રીજા રાજેશ લલ્લુ સંગાડાએ જણાવ્યુ મારા કાકાને માથામાં અને હાથે ગોળી મારી છે અને પોલીસે મારી છે.દારુ અંદર મુકી ને પણ ગોળી મારી હોઇ શકે.મારા કાકા છે મહેશ સંગાડા અને હું પણ ગોવાળી મધ્ય પ્રદેશના રહેવાસી છું. પોલીસ કલાકોથી સમજાવી રહી છે. ડો.સોહન કટારા સુપ્રિટેન્ડેન્ટેન્ટ સીએચસી ઝાલોદના જણાવ્યા અનુસાર મૃતકનુ પીએમ તેના સંબંધીઓ કરાવવા ના પાડી રહ્યા છે જેમને પોલીસ છેલ્લા બે ત્રણ કલાકોથી સમજાવી રહી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed