ખોટી અરજીઓ કરો છો કહી દંપતીને મારી નાખવાની ધમકી, પીપળીયાનાં ચાર ઇસમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ

ઝાલોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પીપળીયા ગામે રહેતા અને શિક્ષિકા તરીકે નોકરી કરતાં સીતાબેન સંદીપભાઇ અમલીયાર રવિવારના રોજ પતિ, તથા સાસુ સસરા ઘરે હતા. ત્યારે તેમના કુટુંબીઓ હરસીંગ વાલસીંગ અમલીયાર, પોપટ વાલસીંગ અમલીયાર, દીલીપ પેમા અમલીયાર, રાહુલ પેમા અમલીયાર હાથમાં મારક હથિયારો તથા પથ્થરો લઇને ચારેય જણા સવિતાબેન તથા તેમના પતિ સંદીપભાઇને બિભત્સ ગાળો બોલતા દોડી આવી કહેવા લાગ્યા હતા કે તમે મારા વિરૂદ્ધમાં ખોટી અરજીઓ કરી હેરાન કરેલો છે.

એટલે તમને જાનતી મારી નાખવાનો છું તેમ કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી છુટ્ટા પથ્થરો મારતાં બન્ને પતિ પત્ની ઘરમાં સંતાઇ ગયા હતા અને 181ને ફોન કરતાં પોલીસ આવી જતા ચારેય હુમલાખોરો ભાગી ગયા હતા. આ સંદર્ભે સીતાબેન સંદીપભાઇ અમલીયારે લીમડી પોલીસ મથકે કુટુંબી ચાર હુમલાખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: