ખેડૂત કલ્યાણ માટે 7 નવી યોજનાઓની શરૂઆત
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
- દેવગઢ બારીયાની પીટીસી કોલેજ ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત નવી યોજનાઓની માહિતી અપાઇ
- દેવગઢ બારીયા, ધાનપુર અને ગરબાડા તાલુકાના ખેડૂતો કાર્યક્રમમાં જોડાયા
ખેડૂતો સ્વનિર્ભર બને તે માટે મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂત કલ્યાણ માટે રાજયભરમાં સાત નક્કર નવીન યોજનાઓ શરૂ કરી છે. તેની માહિતી દરેક ખેડૂત સુધી પહોંચે તે માટે દાહોદ જિલ્લાના દે.બારીયા, ધાનપુર અને ગરબાડા તાલુકાના ખેડૂતો માટે યોજાયેલ માર્ગદર્શન કાર્યક્રમમાં દે.બારીયાની પીટીસી કોલેજ ખાતે યોજાયો હતો. રાજય મંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોરે ખેડૂતોને આ સાતેય યોજનાઓ વિશે વિસ્તારપૂર્વક સમજ આપી હતી. રાજયમંત્રી બચુભાઇ ખાબડે ખેડૂતોને સંબોધતા જણાવ્યું કે, મુખ્યમંત્રીએ ખેડૂતોના કલ્યાણના તાકીદના સમયે લીધેલા સાત પગલાની પહેલ સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ અને અનુકરણીય બનતી હોય છે. અઢી દાયકા પહેલા ખેડૂતોની સ્થિતિ અને આજની સ્થિતિમાં મોટો તફાવત જોવા મળશે. આજે દેશમાં ખેત ઉત્પાદનમાં ગુજરાત મોખરે છે.
આ વખતે પણ સરકારે ટેકાના ભાવે ૬ હજાર કરોડની રકમથી ૧૨ લાખ મેટ્રિક ટન અનાજની ખરીદી કરી છે. ખાતર-બિયારણમાં પણ ખેડૂતોને સહાય કરવામાં આવી છે. દાહોદમાં 1200 કરોડની પાણીની કડાણા યોજના ઉપરાંત હાફેશ્વર યોજના થકી ઘરે ઘરે નલ સે જલ યોજના અંતર્ગત પાણી પહોંચતું કરાશે.
આ સાતેય યોજનાઓ ખેડૂતો માટે સાચી મદદગાર સાબિત થશે તેમ જણાવી સાંસદ જશવંતસિંહ ભાભોરે વિસ્તારપૂર્વક માહિતી ખેડૂતોને આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઇ પારગીએ પણ રાજય સરકારની ખેડૂતોના કલ્યાણલક્ષી આ યોજનાઓને બિરદાવી હતી અને તેનો મોટા પ્રમાણમાં લાભ લેવા ખેડૂતોને જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં દેવગઢ બારીયા તાલુકા પંચાયત પ્રમુખ અમરસિંહ રાઠવા, પાલિકા પ્રમુખ દક્ષાબેન, આરોગ્ય સમિતિના ચેરમેન જુવાનસિંહ, ધાનપુર તા. પં.ના પ્રમુખ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
0
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed