ખુલાસો: ઝાલોદના શિક્ષક અને યુવતીના ખાતામાંથી પણ હરિયાણાના ભેજાબાજે જ નાણા ઉપાડ્યા હતા

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ગત વર્ષ અને ગયા મહિને આચરેલા ગુનાનો પર્દાફાશ થતા ફરિયાદો નોંધાઈ

હરીયાણા રાજ્યના એટીએમ ફ્રોડ કરતી ગેંગના મુખ્ય સુત્રધારને દાહોદ એલ.સી.બી.પોલીસ ઝડપી પાડ્યાં બાદ તેની સઘન પુછપરછ હાથ ધરી હતી. આ ભેજાબાજે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં વધુ બે વ્યક્તિઓના ખાતામાંથી પણ નાણાં ઉપાડ્યાં હોવાનું બહાર આવ્યું છે. ઝાલોદ તાલુકામાં રહેતી એક 25 વર્ષીય યુવતીના બેંન્ક ખાતામાંથી રૂા.80,184 અને 50 વર્ષીય શિક્ષકના બેન્ક ખાતમાંથી 14,500 સેરવી લીધાં હોવાનું સામે આવતાં આ બંન્ને વ્યક્તિઓ દ્વારા ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ઝાલોદ તાલુકાના મુનખોસલા ગામે કાનુગા ફળિયામાં રહેતી 25 વર્ષીય સ્મિતાબેન નવલસિંહ બારીઆના સ્ટેટ બેન્ક ઓફિસ ઈન્ડિયાના ખાતામાંથી તારીખ 13 જુલાઈ, 2020ના રોજ ચાર વખત રૂપીયા 10023 તથા તે બીજા દિવસે ચાર વખ રૂપીયા મળી કુલ રૂપીયા 80,184 સ્મિતાબેનના બેન્ક ખાતામાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમે પોતાનો કસબ અજમાવી આ નાણાં ઉપાડી લઈ ઠગાઈ કરી હતી.

બીજો કેસ પણ ઝાલોદ તાલુકામાંથી સામે આવ્યો છે .જેમાં હાલ ઝાલોદ તાલુકાના મુવાડા ગામે અને મુળ ફતેપુરા તાલુકાના મોટીરેલ ગામે રહેતાં 50 વર્ષીય ભરતભાઈ સુખાભાઈ ગામોડના સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના બેન્ક ખાતામાંથી ગત તારીખ 25 મે ના રોજ કોઈ અજાણ્યા ચોર ઈસમે ખાતામાંથી રૂા.14,500 ઉપાડી લઈ ઠગાઈ કરી હતી.મૂળ હરિયાણાનો અને રાજસ્થાનના ગાગડ તળાઈમા બેન્ક મા પટાવાળા તરીકે ફરજ બજાવતા ભેજાબાજ અમિત રાજકુમાર મહાલાને એલસીબીએ ગઈ કાલે ઝડપી પાડયો છે.આ ભેજાબાજે જ ઝાલોદના નાગરિકોના નાણા ઉપાડી લીધા હોવાની કબુલાત કરી છે.જેથી બંન્ને ઘટનાઓ મામલે આજે ફરિયાદ નોંધાવાઈ છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: