ખરેડીમાં દૂધ શીત કેન્દ્રમાં ઘૂસી 4ને માર મારી લૂંટ ચલાવી તસ્કરો ફરાર

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 2 કર્મચારી, દૂધ લેવા આવેલા ટેન્કરના ડ્રાઇવર અને સિક્યુરિટીને માર માર્યો

દાહોદ જીઆઇડીસીમાં ગતરાતે 4 લૂંટારૂઓ શીત કેન્દ્રના પ્લાન્ટના દરવાજા તોડી અંદર ઘુસી ઓફીસ તેમજ લેબોરેટરીના મશીનરી તેમજ કેમીકલ ઢોળી નુકસાન કરી તેમજ બે કર્મી, દુધ લેવા એવાલ ટેન્કરના ડ્રાઇવર અને સિક્યુરીટીને માર મારી મોબાઇલ, રોકડ મળી 9500ની લૂંટ ચલાવી ભાગી ગયા હતા.

ડિશ ટીવીનું રીસીવર અને મોબાઇલ, રોકડ મળી 9,500ના મુદ્દામાલની લૂંટ
પંચમહાલ દૂધ સંઘના ખરેડી જીઆઇડીસીમાં આવેલ દૂધ શીત કેન્દ્રમાં ગતરાત્રીના રોજ પેન્ટશર્ટ પહેરેલા 30થી 35 વર્ષના લૂંટારૂઓ હાથમાં લાકડી જેવા હથિયારો સાથે કેન્દ્રના પ્લાન્ટની ઓફીસનો દરવાજો તોડી અંદર પ્રવેશી ઓફીસના લોકરોની તોડફોડ કરી 1500ની કિંમતની ડીશ ટીવીનું રીસીવર તેમજ લેબોરેટરીમાં મુકી રાખેલ બાયોસી, રીફેક્ટોમીટર, ઓવન, ફ્રીજ, ઇએમટી. મશીન અને ટેસ્ટીંગ કીટની તોડફોડ તેમજ કેમીકલ ઢોળ્યું હતું. ઓપરેટર સરદારસિંહ વાઘેલાને માર મારી મોબાઇલ તેમજ દુધ લેવા આવેલ ટેન્કરના ડ્રાઇવર શીતલાપ્રસાદ શર્મા પાસેથી 5000 અને સિક્યુરીટી નૈનેશભાઇ હઠીલા તથા ઓપરેટર રમેશભાઇ મછારને માર મારી લૂંટ ચલાવી ભાગી ગયા હતા. આ સંદર્ભે નિરવ પટેલે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ચોર લૂંટારૂઓના શોધખોળના ચક્રો ગતિમાન કરી તપાસ હાથ ધરી છે.

0






Related News

Comments are Closed

%d bloggers like this: