ક્રાઈમ: સીમલીયાબુઝર્ગમાંથી 2 ઝડપાયા ફાંગીયામાં બાઈક ફેંકી ખેપિયો ફરાર
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક
જિલ્લાના સીમલીયા બુઝર્ગ અને ફાંગીયાના જંગલમાંથી વાહનમાં લઇ જવાતા 89 હજારના દારૂ સાથે બેને ઝડપી પાડ્યા હતા. 1,64,040 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઇ કુલ ત્રણ સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી કરી હતી.
ગરબાડા પોલીસ મથકના પીએસઆઇ પી.કે.જાદવ તથા સ્ટાફ ગતરાત્રીના સમયે પેટ્રોલીંગમાં હતા. ત્યારે મધ્યપ્રદેશથી ગાડીમાં વિદેશી દારૂ ભરી આવનાર હોવાની બાતમી મળતાં સીમળીયાબુઝર્ગ ગામે ચોકડી ઉપર વોચ ગોઠવી ઉભા હતા. ત્યારે બાતમી વાળો ટેમ્પો આવતાં તેને કોર્ડન કરી ઉભો રાખી ડ્રાઇવર દેવધા ગામના પંકજ ગુમાનસિંઘ દેહધા તથા તેની સાથેના રમેશ ગુમાનસિંઘ દેહધાને નીચે ઉતારી ગાડીમાં તલાસી લેતાં ડ્રાઇવરના સીટના નીચેના ભાગેથી તેમજ પાછળના ભાગેથી અલગ અલગ માર્કાની વિદેશી દારૂ બિયરની 480 નંગ બોટલ જેની કિંમત 55,200ની મળી આવી હતી. દારૂ તથા 2.50 લાખનો ટેમ્પો મળી 3,05,200 રૂપિયાના મુદ્દામાલ સાથે બન્ને ખેપિયાઓની ગરબાડા પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા પોલીસ મથકના પીએસઆઇ એ.એ.રાઠવા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. ત્યારે એક વ્યક્તિ બાઈક ઉપર વિદેશી દારૂ લઇ ફાંગીયા જંગલમાં થઇ નાડાતોડ ગામ તરફ જવાનો હોવાની બાતમી મળતાં પોલીસ જંગલમાં પગદંડી રસ્તે જતા સામેથી આવતો બાઇકચાલક પોલીસને જોઇ દારૂ લાદેલી બાઈક મુકી ઝાંડી ઝાખરાનો લાભ લઇ ભાગી ગયો હતો. જ્યારે બાઈક ઉપરના કંતાનના થેલામાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ પ્લાસ્ટીકના હોલ તથા બિયરના ટીનની પેટીઓ જેમાં કુલ નાની મોટી 144 બોટલો જેની કિંમત 33,840ની મળી આવી હતી. દારૂ તથા 25 હજારની બાઈક મળી કુલ 58,840નો મુદ્દામાલ કબ્જે લઇ ભાગી ગયેલા ખેપિયા વિરૂદ્ધ સાગટાળા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed