ક્રાઈમ: બીલવાણી ગામમાં ખેતર ખેડવા મુદ્દે દંપતી ઉપર લાકડીથી હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ફળિયાના રમણ ભુરીયા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ

ઝાલોદ તાલુકાના બીલવાણી ગામના સરપંચ ફળીયામાં રહેતા હવસીંગભાઇ બીલવાળ તથા પત્ની મંગળીબેન બન્ને હળ બળદ લઇને શનિવારે બપોરે ખેતરમાં ખેડવા ગયા હતા. તે દરમિયાન ગામનો રમણ ભુરીયા લાકડી લઇને આવ્યો હતો અને હળ ચલાવવાની ના પાડી ઉભા રાખી એકદમ ઉશ્કેરાઇ જઇ હવસીંગભાઇને જમણા હાથે કોણીના ભાગે તેમજ સાથળના ભાગે કમ્મરના ભાગે ઉપરા છાપરી લાકડીના બે ત્રણ ફટકા મારી દીધા હતા. તેમજ મંગળીબેન વચ્ચે છોડાવવા જતાં તેમને પણ ગડદાપાટુનો માર મારી બિભત્સ ગાળો બોલી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ જમીન મારી છે તારા બાપની નથી તુ અહીથી જતો રહે બીજી વાર ખેડવા આવ્યા છો જીવતો નહીં છોડુ ખેતર ખેડવા દેવાનો નથી તેમ કહી ગાળો બોલી જાનથી મારવાની ધમકીઓ આપી જતો રહ્યો હતો. આ સંદર્ભે હવસીંગભાઇ બીલવાળે હુમલાખોર રમણ ભુરીયા વિરૂદ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: