ક્રાઈમ: પશુ ચરાવવા મુદ્દે જાતિ અપમાનિત શબ્દો બોલી મહિલા સાથે મારામારી, પીપલોદમાં છોડાવવા પડેલ મહિલા સહિત બેને માર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામની રમીલાબેન લાલાભાઇ વણકર ગતરોજ પોતાના ખેતરમાં ભેંસ ચરાવતી હતી. તે દરમિયાન ગામના મહેશ સરતન ડાયરા, મહેશ નવલા ડાયરા તથા બીજા બે વ્યક્તિઓ રમીલાબેન પાસે આવી જાતી અપમાનીત શબ્દો બોલી કહેવા લાગેલ તુ અમારા ખેતરમાં કેમ ભેંસ ચરાવે છે તેમ કહી મહિલાનો હાથ પકડી ખેંચતાણ કરી ગાળો બોલવા લાગ્યા હતા. જેથી રમીલાબેન વણકરે બૂમો પાડતા કાન્તાબેન તથા લાલાભાઇ એમ બન્ને જણા છોડાવવા વચ્ચે પડતાં મહેશ નવલા ડાયરા તેના હાથમાંની પાઇપ લાલાભાઇને ડાબા હાથની કોણીના ભાગે તથા પોચા ઉપર અને જમણા હાથે કોણીના ઉપરના ભાગે તથા સાથળના ભાગે મારી દીધી હતી.

તેમજ મહેશ રતન ડાયરાએ તેના હાથમાની પાઇપ કાન્તાબેનને માથાના ભાગે મારી લોહી નીકાળી ઇજાગ્રસ્ત કર્યા હતા. તેમજ સાહેદોને ગડદાપાટુનો માર મારી ચારેય જણા આજે તો બચી ગયા છો હવે અમારા ખેતર પાસે ભેંસ ચરાવશો તો જાનતી મારી નાખીશુ તેમ કહી જાતિ અપમાનિત શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.આ સંદર્ભે મીલાબેન લાલાભાઇ વણકરે દેવગઢ બારિયા પોલીસ મથકે ચારેય હુમલાખોરો વિરૂદ્ધ મારામારી તથા એટ્રોસિટીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: